કોહલીએ વિંડીઝ વિરુદ્ધની ત્રીજી ટી20માં આપ્યા બે મોટા બદલાવના સંકેત, પંતની છુટ્ટી નક્કી
કોહલીએ વિંડીઝ વિરુદ્ધની ત્રીજી ટી20માં આપ્યા બે મોટા બદલાવના સંકેત, પંતની છુટ્ટી નક્કી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે વિંડીઝ વિરુદ્ધ ત્રણ ટી20 મેચની સીરિઝના બીજા મેચમાં 4 વિકેટથી જીત નોંધાવતા સિરીઝમાં 2-0થી લિડ હાંસલ કરી લીધી છે. હવે આખરી મુકાબલો બુધવારે ગુયાનામાં રમાશે, જેના માટે કેપ્ટન કોહલીએ બે મોટા બદલાવના સંકેત આપ્યા છે. મેચ બાદ કોહલીએ શાનદાર પ્રદર્શન માટે ખેલાડીઓના વખાણ કરતા ઈશારો કર્યો કે ત્રીજા મુકાબલામાં એવા ખેલાડીઓને મોકો મળી શકે છે જેમને પહેલી બે મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહોતી મળી. કોહલીએ કહ્યું કે, અમારા માટે જીતવું હંમેશાથી પ્રાથમિકતા છે પરંતુ સીરિઝમાં વિજયી બઢત બનાવવાથી કેટલાક અન્ય ખેલાડીઓને ટીમમાં આવવાનો મોકો મળે છે.

પંતની છુટ્ટી નક્કી
ત્રીજી ટી20માં શ્રેયસ અય્યર અને લેગ સ્પિનર રાહુલ ચહરને મોકો મળી શકે છે. જ્યારે હવે વિકેટકીપર રિષભ પંતની ટીમથી છુટ્ટી થવી નક્કી જ છે. તેમની જગ્યાએ કેએલ રાહુલને મોકો મળી શકે છે. પંત બે બેટ્સમાં નિષ્ફળ રહ્યો. પહેલી મેચમાં પંત ઝીરોમાં તો બીજી મેચમાં માત્ર 4 રન બનાવીને જ આઉટ થઈ ગયો. બીજી મેચ પર પૂછવામાં આવતા કોહલીએ કહ્યું કે શરૂઆતમાં આ પિચ પર બેટિંગ કરવી સહેલું હતું. તેમણે કહયું કે નવી બોલ આસાનીથી બેટ પર આવી રહી હતી. અમે સારો પાયો ખોળ્યો હતો. રવીન્દ્ર જાડેજા અને કૃણાલની ઈનિંગથી અમે 160થી વધુ રન બનાવી શક્યા. જેવી રીતે અમે બેટિંગ કરી રહ્યા હતા એ હિસબે અમે 180થી વધુ રન બનાવી શકીએ તેમ હતા પરંતુ બાદમાં પિચ બહુ ધીમી થઈ ગઈ.

કોહલીએ વખાણ કર્યાં
કોહલીએ યુવા સ્પિનર વૉશિંગ્ટન સુંદરના વખાણ કરતા કહ્યું કે વૉશિંગ્ટને જેવી રીતે બોલિંગ કરી, ખાસ કરીને ત્યારે જ્યારે બેટ્સમેન મોટા શો લગાવવાની કોશિશ કરી રહ્યા હતા, તે શાનદાર છે. લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ પણ તેમણે જે સ્વભાવ અને સંયમ દેખાડ્યો છે તે વખાણવા લાયક છે. તેઓ આવતા કાલમાં મોટ ફેક્ટર સાબિત થઈ શકે છે. જો કુલ મળીને તેમના વિશે એક વાત કહું તો તેઓ જે ઈચ્છે છે તે એકદમ યોગ્ય રીતે લાગૂ કરી રહ્યા છે.

બીજી મેચમાં પણ માત આપી
જણાવી દઈએ કે બારતના 168 રનના લક્ષ્યનો પીછો કરતા વિંડીઝે જ્યારે 15.3 ઓરમાં ચાર વિકેટ પર 98 રન બનાવ્યા હતા જ્યારે વરસાદને કારણે રમત રોકવી પડી હતી જે ફરી શરૂ ન થઈ શકે. ડકવર્થ લુઈસ પદ્ધતિ અંતર્ગત એ સમયે બરાબરીનો સ્કોર 120 રન હતો.












Click it and Unblock the Notifications
