For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરે

મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયા માટે કેટલું મહત્વ રાખે છે, તેની કલ્પના કરવી પણ મુશ્કિલ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ એક કેપ્ટન અને ખેલાડી તરીકે ખુબ જ નામ કમાયું છે.

|
Google Oneindia Gujarati News

મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયા માટે કેટલું મહત્વ રાખે છે, તેની કલ્પના કરવી પણ મુશ્કિલ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ એક કેપ્ટન અને ખેલાડી તરીકે ખુબ જ નામ કમાયું છે. આજ કારણ છે કે વર્લ્ડ કપ 2019 માટે લોકોને તેમની પાસે ઘણી આશા છે. તેઓ ભલે હાલમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન ના હોય પરંતુ મેદાનમાં હજુ પણ એવું જ લાગી રહ્યું છે કે તેઓ ટીમને હેન્ડલ કરી રહ્યા છે. ધોનીના નાનપણના કોચ કેશવ રંજન બેનર્જી પણ માને છે કે કેપ્ટિનશીપ મામલે કોહલી પાસે ધોની જેવી કલા નથી.

આ પણ વાંચો: World Cup 2019: ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, ફક્ત રમત નહીં પણ જંગ

ધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરે

ધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરે

મહેન્દ્ર સિંહ ધોનીને તૈયાર કરનાર આ કોચે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે જ્યાં સુધી મેચની સ્થિતિ સમજવા અને રણનીતિ બનાવવાની વાત આવે છે ત્યારે ધોનીની તુલના કોઈની પણ સાથે નહીં કરાય, એટલે સુધી કે કોહલીમાં પણ આ કલા નથી. એટલા માટે કોહલીને પણ કેટલીક સલાહ લેવાની જરૂર છે. જો ધોની ટીમનો ભાગ નહીં હોય તો તેની મદદ માટે કોઈ નહીં હોય.

નંબર 4 માટે ધોની યોગ્ય

નંબર 4 માટે ધોની યોગ્ય

ટીમ ઇન્ડિયામાં નંબર 4 માટે કોણ બેટિંગ કરશે તેના અંગે હજુ પણ ક્રિકેટ દિગ્ગજો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ બેનર્જીનું માનવું છે કે ચોથા નંબરની પહેલી ફક્ત ધોની જ ઉકેલી શકે છે. તેમને કહ્યું કે વર્લ્ડકપમાં ધોનીએ ચોથા નંબરે બેટિંગ કરવી જોઈએ. ધોની પાસે ચોથા નંબરે 30 મેચો રમવાનો અનુભવ છે અને તેમાં તેઓ ખરા પણ સાબિત થયા છે. ચોથા નંબર પર તેને 56.58 એવરેજ સાથે 1358 રન બનાવ્યા છે, જેમાં 12 ફિફટી અને 1 સેન્ચુરી શામિલ છે.

રિટાયરમેન્ટ વિશે પણ બોલ્યા

રિટાયરમેન્ટ વિશે પણ બોલ્યા

જયારે એવા સવાલ પણ ઉઠી રહ્યા છે કે ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ હશે. જયારે ધોનીના કોચને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને હસીને કહ્યું કે તમે તેને રિટાયરમેન્ટ લેવા માંગો છે, તમારે જોવું જોઈએ કે તે કેટલો ફિટ છે. ધોની ક્યારે રિટાયરમેન્ટ લેશે તેના વિશે તેની પત્ની અને પિતાને પણ ખબર નહીં હોય. રિષભ પંતની પસંદગી અંગે પણ તેમને કહ્યું કે તેને ચાન્સ આપવો ખુબ જ જલ્દી કહેવાશે. ભારત પાસે સારી બેન્ચ સ્ટ્રેન્થ છે. તેને વર્લ્ડ કપ પછી ચાન્સ મળી શકતો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat kohli is nothing without ms dhoni says dhoni childhood coach keshav banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X