ધોનીનું ટૉસ હારવું ભારત માટે અશુભ સંકેત તો નથી ને?
સિડની, 26 માર્ચ: હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સેમીફાઇનલ મેચ સિડનીમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને કાંગારુઓએ શાનદાર પ્રદર્શન પણ કર્યું છે, જેના પરિણામે તેમણે ભારત સામે 329 રનોનું લક્ષ્યાંક આપ્યું છે. જેને ચેજ કરવામાં ઇન્ડિયાને મુશ્કેલી પડી શકે છે.
ક્રિકેટમાં કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજોનું કહેવું છે કે હાલના સમયમાં ટીમ ઇન્ડિયાને એક વિકેટની જરૂરિયાત છે. અને જો તે નહીં મળી તો ભારત માટે મોટી મુશ્કેલી સાબિત થઇ શકે છે અને બની શકે છે કે ધોનીનો દ્વારા ટોસ હારવું ભારત માટે અશુભ સાબિત થઇ શકે છે. કારણ કે ટોસ જીતવા પર નિશ્ચિતપણે ધોની બેટિંગ કરતા પરંતુ એવું થઇ શક્યું નહી.

ભારતને અત્યાર સુધી એક માત્ર સફળતા ઉમેશ યાદવે ચોથી ઓવરના પહેલા બોલમાં અપાવી. અત્રે નોંધનીય છે ક ભારત તરફથી ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરીને સૌથી વધારે 4 વિકેટ ઝડપી.












Click it and Unblock the Notifications
