For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019: જ્યારે કોહલીએ અનોખા અંદાજમાં હેટમાયરને આપી તેમની હૅટ

વર્લ્ડ કપ 2019: જ્યારે કોહલીએ અનોખા અંદાજમાં હેટમાયરને આપી તેમની હૅટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપના 34મા મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો અનોખો અંદાજ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. વિંડીઝ અને ભારતની વચ્ચે આ મેચમાં સ્પિરિટના હિસાબે વિરાટે કંઈક એવું કર્યું જેની તસવીરો ક્રિકેટ વર્લ્ડ કપે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટથી શેર કરી અને આને ખેલ ભાવનાના હિસાબે સારી ક્ષણ ગણાવી. ક્રિકેટ મેદાન પર આવા મોકા ખેલ ભાવનાને મજબૂતી આપે છે અને દુનિયાભરમાં ક્રિકેટ ફૉલો કરનાર લોકો માટે એક શાનદાર સંદેશ પણ.

હવામાં ઉડી ગઈ હેટમાયરની હૅટ

હવામાં ઉડી ગઈ હેટમાયરની હૅટ

જણાવી દઈએ કે વિંડીઝના બેટ્સમેન શેમરોન હેટમાયરે ફિલ્ડિંગ દરમિયાન હૅટ પહેરી હતી. મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર તેજ હવાના કારણે વારંવાર તેમની હૅટ પડી જતી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમના પોતાના સાથીની હૅટ બેટથી ઉઠાવી દીધી. આ મુમેંટને કેમેરામેને કેપ્ચર કરી લીધી અને જોતજોતામાં આ ફેવરિટ ક્ષણમાં સામેલ થઈ ગયું.

પહેલા પણ ખેલ ભાવનાનો પરિચય આપી ચૂક્યા છે

પહેલા પણ ખેલ ભાવનાનો પરિચય આપી ચૂક્યા છે

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલ મુકાબલામાં પણ કંઈક એવું કર્યું હતું જેની ભારે ચર્ચા થઈ હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથની હૂટિંગ બાદ ભારતીય સમર્થકોને તેમને અપશબ્દ બોલવાને બદલે તાળી પાડવા કહ્યું હતું. કોહલીના આ દિલ જીતતા જેસ્ચર બાદ સ્મિથે તેમની તરફ આવી પીઠ થબથબાવી હતી અને તેમના આ સારા વ્યવહારની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી.

વર્લ્ડ કપમાં સતત ચોથી ફિફ્ટી

વર્લ્ડ કપમાં સતત ચોથી ફિફ્ટી

કોહલીએ આ મેચમાં પોતાના બેટથી શાનદાર યોગદાન કર્યું. તેમણે વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ફિફ્ટી લગાવી વર્લ્ડ કપ 2019માં પોતાની સતત ચોથી ફિફ્ટી ફટકારી દીધી છે. કોહલીએ 82 બોલમાં 72 રનની ઈનિંગ રમી હતી.

પાકિસ્તાની દિગ્ગજનો દાવો, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને ભારત હારી જશે પાકિસ્તાની દિગ્ગજનો દાવો, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને ભારત હારી જશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
when kohli gives hetmayer his dropped hat in his own style
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X