વર્લ્ડકપમાં ભારતને કઇ ટીમ આપી શકશે ટક્કર? જાણો દરેક મેદાન પર ભારતીય ટીમના રેકોર્ડ
ICC એ ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અને 19 નવેમ્બરે ક્લોઝિંગ સેરેમની યોજાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પોતાની પ્રારંભિક મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આવો જાણીએ કે આ સમયગાળા દરમિયાન જે મેદાનમાં મેચો યોજાવાની છે ત્યાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો રહ્યો છે.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 22 વનડે રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ કુલ 14 મેચ રમી છે, જેમાંથી સાત મેચ ભારતે જીતી છે. આ મેદાન પર 8 ઓક્ટોબરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રસપ્રદ મુકાબલો થવા જઈ રહ્યો છે.
ભારત અને અફઘાનિસ્તાન 11 ઓક્ટોબરે ફરી એકવાર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટકરાવાના છે. અહીં ભારતે 1982થી અત્યાર સુધી કુલ 13 મેચ જીતી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ મેચ જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 15મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો જીતનો મોટો રેકોર્ડ છે. ભારતે અહીં 10 મેચ જીતી છે. આ સિવાય ટીમ ઈન્ડિયા છેલ્લી ચાર મેચમાં સતત જીત મેળવી રહી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 ઓક્ટોબરે પુણેમાં રસપ્રદ મેચ રમાશે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આ મેદાન પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અહીં ભારતે સાતમાંથી ચાર મેચ જીતી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ 22 ઓક્ટોબરે ધર્મશાળામાં રમાવાની છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર અત્યાર સુધી ચાર વનડે રમી ચૂકી છે. ધર્મશાલામાં છેલ્લી ODI 2017માં રમાઈ હતી, જે દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ અહીં સાવધાન રહેવું પડશે.
વર્લ્ડ કપની આગામી મેચ 29 ઓક્ટોબરે લખનઉના એકાના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારતે અહીં દક્ષિણ આફ્રિકા સામે મેચ રમી છે, જેમાં દક્ષિણ આફ્રિકાને ટીમ ઈન્ડિયાના હાથે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત અને ક્વોલિફાયર 2 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારતે 20માંથી 11 વનડે જીતી છે. અહીં ફરી એકવાર ટીમ ઈન્ડિયાને મોટી જીતની આશા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર રસપ્રદ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાનો અહીં શાનદાર રેકોર્ડ છે. આ મેદાન પર ભારતે અત્યાર સુધી 22માંથી 13 વનડે જીતી છે.
ભારત અને ક્વોલિફાયર-1 વચ્ચેની આગામી મેચ 11 નવેમ્બરે બેંગલુરુમાં રમાશે. ભારતે અત્યાર સુધીમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ 21 વનડે રમી છે, જેમાંથી તેણે 14 મેચોમાં શાનદાર જીત નોંધાવી છે.












Click it and Unblock the Notifications
