કોણ હતી ધોનીની પહેલી ગર્લફ્રેન્ડ? જાણો હકિકતમાં અકસ્માતમાં મોત થયુ હતું?
આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીનું બેટ ખુબ બોલ્યુ છે. દિલ્હી સામેના મુકાબલામાં ચેન્નાઈ ભલે હાર્યુ પણ ધોનીએ દર્શકોને ખુબ મનોરંજન કરાવ્યુ.
મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે 17 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 37 રનની ઇનિંગ રમી. ધોનીની આ ઈનિંગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

જો કે આજે અમે તમને ધોનીના અંગત લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના પર બનેલી ફિલ્મ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં બતાવવામાં આવ્યું હતું કે તેની પહેલી ગર્લફ્રેન્ડ પ્રિયંકાએ કાર અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે ધોની પાકિસ્તાન સામેની ODI મેચ માટે પ્લેનમાં મુસાફરી કરી રહ્યો છે અને આ દરમિયાન પ્રિયંકા પણ ફ્લાઈટમાં છે અને તેને સચિન તેંડુલકરનો ઓટોગ્રાફ જોઈએ છે. ધોની તેને સચિનનો ઓટોગ્રાફ અપાવે છે અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે.
ફિલ્મમાં આગળ બતાવવામાં આવ્યું છે કે પ્રિયંકા ફેબ્રુઆરી 2006માં માહી માટે વેલેન્ટાઈન ગિફ્ટ ખરીદવા બહાર જાય છે પરંતુ આ દરમિયાન તેની કારનો અકસ્માત થાય છે અને તેનું મૃત્યુ થાય છે. પરંતુ વાસ્તવમાં વાર્તા કંઈક અલગ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની તેની પહેલી ગર્લફ્રેન્ડને 2005માં નહીં પરંતુ 2002માં મળ્યો હતો અને તે સમયે ધોની ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ પણ નહોતો.
કહેવાય છે કે મુલાકાત પછી બંને પ્રેમમાં પડ્યા અને બંનેએ કાયમ સાથે રહેવાનું વચન આપ્યું, પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું. ધોનીની પહેલી ગર્લફ્રેન્ડનું મૃત્યુ 2006માં નહીં પરંતુ 2003માં થયું હતું.
આ સમયે ધોનીને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત A માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે પ્રવાસમાં માહીએ 6 ઇનિંગ્સમાં 362 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
