IPL 2024 માં આજે કોની મેચ? CSK vs KKR કોનું પલડું ભારે

IPL 2024 - CSK vs KKR: આજે આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. આજે આ મેચ રસાકસીથી ભરપૂર અને હાઇ સ્કોરિંગ રહે તેવી ક્રિકેટપ્રેમીઓને આશા છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે આઇપીએલની આ સિઝન અતિ સારી ચાલી રહી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ટીમે પોતાની પ્રથમ ત્રણેય મેચમાં જીત મેળવી છે.

જીતની રાહ જોઈ રહ્યું છે ચેન્નાઈ - બીજી તરફ, સતત બે મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીત નોંધાવવા માટે બેતાબ હશે. ચેન્નાઇની ટીમ મોટો સ્કોર કરવા તેમજ નાના સ્કોર પર રોકવા માટે કોલકત્તા પર દબાવ બનાવશે.

દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝ હૈદરાબાદ સામે હારનો સામનો કર્યા બાદ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવવાનો પ્રયાસ કરશે. ચેન્નાઈએ ટુર્નામેન્ટની શરૂઆત બે જીત સાથે કરી હતી, પરંતુ આ પછી ટીમને સતત મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024 CSK vs KKR

કેપ્ટન પાસેથી રનની અપેક્ષા - ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ માટે આ આઈપીએલ સીઝન અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. ટીમ આ મેચમાં તેના કેપ્ટનના બેટથી રનની અપેક્ષા રાખશે.

રચિન રવિન્દ્ર પણ હજુ સુધી પોતાની છાપ છોડી શક્યો નથી. જો ચેન્નાઈને જીત નોંધાવવી હોય, તો આ બંને ખેલાડીઓએ રન બનાવવા પડશે. આ સિવાય ચાહકોની નજર અજિંક્ય રહાણે પર પણ હશે.

KKRએ જીતની હેટ્રિક ફટકારી - કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં અલગ લયમાં હોય તેવું લાગી રહ્યું છે. સુનિત નારાયણ સાથે ઓપનિંગ કરવું ટીમ માટે અત્યાર સુધી ફાયદાકારક સાબિત થયું છે.

સુનીલ નારાયણે દિલ્હી કેપિટલ્સ સામે તેની T20 કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ પોતાનું ફોર્મ જાળવી રાખવા માંગશે. જોકે, કેપ્ટન શ્રેયસ અય્યર અત્યાર સુધી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X