Virat Kohali રમ્યા વગર West Indies સામેની જીતમાં નિભાવી મહત્વની ભૂમિકા, હાર્દિક પાડંયાએક કર્યો ખુલાસો
ત્રણ મેચની વનડે સીરીજમાં નિર્ણયાક મુકાબલામાં ભારતે વેસ્ટઇન્ડિજે 200 રનના વિશાળ સ્કોરથી હરાવી દિધુ હતુ. ટીમ ઇન્ડિયા માટે શુભમન ગિલ ઇશાન કિશન હાર્દિક પાડયા, સંજુ સૈમસને જોરદાર પ્રદર્શન કરતા અર્ધશતકીય ઇનિગ્સ રમી હતી. જેના દમ પર ભારતે મંગળવારે વેસ્ટઇંડિજ વિરુદ્ધ પાચં વિકેટ પર 351 રન બનાવ્યા હતા.

વેસ્ટઇન્ડિજ સામેની વનડે સીરિજમાં ભારત 2-1 થી જીત મેળવી હતી. આ વચ્ચે હાર્દિક પાંડ્યાએ જીતમાં વિરાટ કોહલીનુ પણ યોગદાન હોવાની વાત કરી હતી. ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્માને સીરીજની છેલ્લી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો
આ અંગે પુછવામાં આવતા કેપ્ટન હાર્દિક પાડ્યાએ જણાવ્યુ હતુ કે, વિરાટ કોહલી અને રોહીત શર્મા ખુબ જ મહત્વનો ભાગ છે. પરંતુ તેમને આરામ આપવા પાછળનું કારણ ઋતુરાજ અને અક્ષર પટેલ જેવા ખેલાડીને તક આપવાનો હતો.
પાંડ્યાએ જણાવ્યુ હતુ કે, થોડા દિવસે પહેલા મારી વિરાટ કોહલી સાથે વાત ચીત થઇ હતી. અને જેવી રીતે ઇનપુટ મને મળ્યા છે. તેમણે મને આટલા વર્ષોથી જોયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લગભગ સાત થી આઠ વર્ષ થઇ ગયા છે. અને તેમણે મને પહેલા દિવસથી જ જોયો છે.
હાર્દિકે આગળ વધુમાં જણાવ્યુ હતુ કે,"તેમણે થાડા અનુભવ મારી સાથે શેયર કર્યા હતા. જેમાથી વાસ્તવમાં મને મદદ મળી હતી. તે ઇચ્છતા હતા કે, ક્રિજ પર થોડો સમય વિતાવુ તેમજ આ ફોર્મેટમાં રમવાની આદત પાડી લવ. કેમ કે અમે ટી 20 વધારે રમ્યા છીએ. હુ બસ તકની રાહ જોઇ રહ્યો હતો. હુ વાસ્તવમાં તેનો પર આભારી છુ. તેમણે મારી સાથે તેમનો અનુભવ શેયર કર્યો












Click it and Unblock the Notifications
