શ્રેયસ અય્યરની અર્ધસદી છતાં ન્યૂઝીલૅન્ડ સામે ભારતની જીત મુશ્કેલ કેમ?

શ્રેયસ અય્યરની અર્ધસદી છતાં ન્યૂઝીલૅન્ડ સામે ભારતની જીત મુશ્કેલ કેમ?

પ્રવાસી ન્યૂઝીલૅન્ડની ટીમ ભારત સામે પ્રથમ ટેસ્ટ રમી રહી છે, ભારતીય ટીમ પ્રથમ દિવસની રમતમાં અત્યાર સુધી ચાર વિકેટ ગુમાવી ચૂકી છે.

મયંક અગ્રવાલ અને ગિલની વિકેટ બાદ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પણ આઉટ થઈ ગયા છે.

શ્રેયસ અય્યર અને રવીન્દ્ર જાડેજા ન્યૂઝીલૅન્ડના બૉલર્સની સામે ટકી રહ્યા છે.

મયંક અગ્રવાલ અને ગિલની વિકેટ બાદ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પણ આઉટ થઈ ગયા છે.

ગુરુવારે આ મૅચ શરૂ થઈ તે પહેલાંથી જ ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ માનસિક રીતે હતાશ જણાતા હતા.

તો બીજી તરફ ભારતીય ટીમ પણ ઓછી સમસ્યાઓ સાથે ઊતરી નથી.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ગુરુવારથી બે ટેસ્ટ મૅચની સિરીઝનો પ્રારંભ થયો છે. આ બાદ સિરીઝની બીજી મૅચ ત્રીજી ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.

ભારતે પ્રથમ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


સ્પિનર પર દારોમદાર

ભારત પાસે રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિનર છે.

સ્પિનરને હંમેશાં યારી આપવાનો ઇતિહાસ ધરાવતી કાનપુરની વિકેટ પર બંને ટીમ ટકરાઈ છે.

ભારતમાં ટેસ્ટ રમાતી હોય, ત્યારે દારોમદાર સ્પિનર પર જ રહેતો હોય છે અને આ વખતની સિરીઝ પણ તેમાંથી અપવાદ નહીં હોય.

આ સિરીઝમાં ભારત પાસે રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિનર છે.

અશ્વિન અને જાડેજા મળીને અત્યાર સુધીમાં 700 જેટલી વિકેટ ખેરવી ચૂક્યા છે, જેની સરખામણીએ ન્યૂઝીલૅન્ડની ટીમ પણ તેમના બે શ્રેષ્ઠ સ્પિનર સાથે રમી રહી છે.

ઐજાઝ પટેલ ડાબોડી સ્પિનર છે, તો વિલિયમ સોમરવિલ્લે ઑફ-સ્પિનર છે અને આ બંનેની વિકેટનો કુલ આંક માંડ 41 છે.

રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે હજી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ઇંગ્લૅન્ડ સામેની અમદાવાદ ખાતે રમાયેલી બે ટેસ્ટમાં 40માંથી 35 વિકેટ ઝડપી હતી.

આ બાબત ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન વિલિયમ્સન અને કોચ ગેરી સ્ટેડના પ્લાનિંગમાં હશે જ, અને તેથી જ તેઓ આ ટેસ્ટમાં બે સ્પિનર રમાડવાની યોજના ધરાવતા હતા.


કપ્તાન રહાણે માટે મહત્ત્વની મૅચ

આ સિરીઝમાં ભારતની કપ્તાની કરી રહેલા અજિંક્ય રહાણે ટીમમાં પોતાની જગ્યા પાકી કરવા માટે ઝઝૂમી રહ્યા છે

જોકે ભારતીય ટીમ માત્ર તેની સ્પિન બૉલિંગના જોરે જ ફેવરિટ છે.

એ સિવાય ટીમનું નેતૃત્વ કપ્તાન રહાણે કરી રહ્યા છે, જેમની કારકિર્દી લગભગ અંત તરફ આગળ ધપી રહી છે.

ઝડપી બૉલર ઈશાંત શર્માની સ્થિતિ પણ રહાણે જેવી જ છે. આ સિવાય ટીમમાં એવા ખેલાડીઓ છે, જેઓ લિમિટેડ ઓવરના નિષ્ણાત છે પણ પાંચ દિવસીય ક્રિકેટમાં સ્થાન જમાવવા પ્રયાસ કરી રહ્યા છે.

તો એકંદરે ભારતની બીજા દરજ્જાની ટીમ આ મૅચમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ન્યૂઝીલૅન્ડ સામે ટકરાઈ રહી છે.


મહત્ત્વપૂર્ણ ખેલાડીઓને આરામ

ભારતીય ખેલાડીઓ

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી સતત રમી રહી છે, જેના કારણે આ મૅચમાંથી નિયમિત સુકાની વિરાટ કોહલી, ટી20ના સુકાની અને ઓપનર રોહિત શર્મા, ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે.

આમ છતાં ભારત તેની ધરતી પર અને ખાસ કરીને સ્પિનર્સને મદદ કરતી પીચો પર હંમેશાં ખતરનાક રહ્યું છે અને બે ટેસ્ટની આ સિરીઝમાં પણ અશ્વિન, અક્ષર પટેલ અને જાડેજા પર જ ટીમની બૉલિંગનો આધાર રહેશે.

કૅપ્ટન રહાણે પોતે સારા ફૉર્મમાં નથી અને તેમની કારકિર્દી જોખમમાં છે, તેમની સાથે 100 ટેસ્ટના અનુભવી અને કારકિર્દીના અંતિમ ચરણમાં પહોંચી ગયેલા ઝડપી બૉલર ઈશાંત શર્મા રમી રહ્યા છે.

જેઓ આ મૅચમાં સામે છેડેથી ઉમેશ યાદવના સહકારની અપેક્ષા રાખશે.


શ્રેયસ અય્યરની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ

શ્રેયસ અય્યર

આ મૅચ સાથે શ્રેયસ અય્યરની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ થયો છે.

અય્યરે પણ હવે લાંબા ફૉર્મેટના ક્રિકેટમાં સેટ થવું પડશે, કેમ કે તેમને અત્યાર સુધી આઈપીએલના શ્રેષ્ઠ ક્રિકેટર માનવામાં આવતા હતા.

ગુરુવારની મૅચ અગાઉ અજિંક્ય રહાણેએ સ્પષ્ટતા કરી હતી કે શ્રેયસ અય્યરને આ મૅચની અંતિમ ઇલેવનમાં સામેલ કરાયા છે.

ભારતીય ટીમ આ સિરીઝ બાદ તરત જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનારી છે, આમ આ બે ટેસ્ટ આગામી કપરા પ્રવાસ માટેની તૈયારીરૂપ બની રહેશે.


ન્યૂઝીલૅન્ડ સામે ભારતમાં ટેસ્ટ નહીં હારવાનો રેકર્ડ

તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ન્યૂઝીલૅન્ડે ભારતને હરાવ્યું હતું

ન્યૂઝીલૅન્ડની ટીમ ભલે ગયા સપ્તાહે ટી20 સિરીઝ હારી ગઈ, પરંતુ તેના પાંચેક દિવસ અગાઉ આ ટીમ ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં રમી હતી.

ન્યૂઝીલૅન્ડ સામે ભારત ઘરઆંગણે ક્યારેય ટેસ્ટ સિરીઝ હાર્યું નથી, ન્યૂઝીલૅન્ડની ટીમે 1955માં પહેલી વાર ભારતનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમાં તેનો 2-0થી પરાજય થયો હતો.

આ એ જ સિરીઝ હતી જેમાં પોલી ઉમરીગરે એક અને વિનુ માંકડે બે બેવડી સદી ફટકારી હતી.

ત્યારથી અત્યાર સુધીમાં ભારતની ટીમ ઘરઆંગણે ન્યૂઝીલૅન્ડ સામે એકેય સિરીઝ હારી નથી.

બંને વચ્ચે અત્યાર સુધીમાં ભારતમાં 11 સિરીઝ રમાઈ છે અને તેમાંથી 1969 (1-1થી ડ્રો) અને 2003 (0-0થી ડ્રો)ને બાદ કરતાં ભારતે તમામ સિરીઝ જીતી છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X