For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુલ્ટર નાઈલે ચોગ્ગા છગ્ગા તો વરસાવ્યા પરંતુ 4 રનથી વર્લ્ડ રેકોર્ડ ચૂક્યા

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર કુલ્ટર નાઈલની આક્રમ બેટિંગ વર્લ્ડ કપનું સરપ્રાઈઝ પેકેજ છે. અત્યાર સુધીના સફરમાં આ ઈનિંગ સૌથી વધુ રોમાંચક અને આશ્ચર્યજનક છે.

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર કુલ્ટર નાઈલની આક્રમ બેટિંગ વર્લ્ડ કપનું સરપ્રાઈઝ પેકેજ છે. અત્યાર સુધીના સફરમાં આ ઈનિંગ સૌથી વધુ રોમાંચક અને આશ્ચર્યજનક છે. જો કોઈ બૉલર આઠમા નંબરે બેટિંગ કરવા આવે અને ફાસ્ટ 92 રન બનાવે તો ચોંકી જવું સામાન્ય વાત છે. વિન્ડિઝ વિરુદ્ધની મેચમાં કુલ્ટરનાઈલે ધમાલ તો મચાવી પરંતુ માત્ર 4 રનથી વર્લ્ડ રેકોર્ડ ચૂકી ગયા. કોઈ વિચાર્યું નહોતું કે ઓસ્ટ્રેલિયાની ડૂબતી નૈયા બચાવવા માટે આ પૂંછડિયો બેટ્સમેન આટલું કરી છૂટશે. અને જે વિચાર્યું નહોતું તે થયું. આ જ તો ક્રિકેટ છે.

આ પણ વાંચો: 2019 ચૂંટણી જેમ વર્લ્ડ કપમાં પણ દેખાઈ રહ્યા છે ચોંકાવનારા ટ્રેન્ડ્ઝ

જો ચેમ્પિયન્સ ન કરી શકે તે કુલ્ટર નાઈલે કર્યું

જો ચેમ્પિયન્સ ન કરી શકે તે કુલ્ટર નાઈલે કર્યું

વિન્ડિઝની ખતરનાક બોલિંગે ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈનઅપને વિખેરી નાખી હતી. 38 રન પર 4 અને 79 રન પર 5 વિકેટ પડી ચૂકી હતી. ઓસાને થોમસ, આંદ્રે રસે, કોટરેલના તોફાની બાઉન્સરથી ડરેલા વોર્નર, ફિંચ, ખ્વાજ, મેક્સવેલ અને સ્ટોઈનસ જેવા ચેમ્પિયન્સ પણ આઉટ થઈ ચૂક્યા હતા. સ્મિથ એક છેડો સાચવીને ઉભો હતો. 146 રન પર વિકેટકીપર બેટ્સમેન કેરી આઉટ થયા ત્યારે લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા 200માં ઓલઆઉટ થઈ જશે. પરંતુ આઠમા નંબરે કુલ્ટર નાઈલ બેટિંગમાં આવ્યા, ત્યારે કોઈને તેમની પાસે મોટી ઈનિંગની આશા નહતી. કોઈ આશા પણ કેવી રીતે રાખે. કુલ્ટર નાઈલનું પર્ફોમન્સ ક્યારેય સાતત્યભર્યું નથી રહ્યું. તેમણે 2013માં ડેબ્યુ કર્યો હતો. 6 વર્ષમાં તે માત્ર 28 વન ડે રમ્યો છે. આ પહેલા તેનો હાઈએસ્ટ સ્કોર 34 રનનો હતો. અત્યાર સુધી તેમણે 28 મેચમાં 12ની એવરેજથી 154 રન જબનાવ્યા હતા. પરંતુ કુલ્ટરનાઈલે આ આંકડાને ખોટા પાડી ઐતિહાસિક કારનામું કરી બતાવ્યું.

સંયોગથી મળી તક, કર્યો ચમક્તાર

સંયોગથી મળી તક, કર્યો ચમક્તાર

ઓસ્ટ્રેલિયાના કેટલાક ફાસ્ટ બોલર્સ ઘાયલ હોવાને કારણે કુલ્ટર નાઈલને સ્થાન મળ્યું હતું. પરંતુ આ તમામ વાતો ભુલાવીને તે ક્રીઝ પર આવ્યા અને ચમત્કાર કરી નાખ્યો. તેમણે વિન્ડિઝના એ ફાસ્ટ બોલર્સની બોલિંગની ધજ્જીયા ઉડાડી જેનો મેચમાં ખૌફ હતો. 60 બોલમાં 8 ફોર અને 4 સિક્સર્સની મદદથી કુલ્ટર નાઈલે 92 રન બનાવ્યા. અને સ્મિથ સાથે 102 રનની કિમતી પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયાને ઉગારી લીધું કુલ્ટર નાઈલે 41 બોલમાં 50 રન બનાવ્યા હત. પછી 19 બોલમાં 42 રન ધોઈ નાખ્યા. 34 રનમાં ચાર વિકેટ ગુમાવીને શરમજનક સ્થિતિમાં ફસાયેલી ટીમને 288 સુધી પહોંચાડવામાં કુલ્ટર નાઈલનો મહત્વનો ફાળો હતો.

ખતરનાક બેટિંગ પણ ચૂક્યા વર્લ્ડ રેકોર્ડ

ખતરનાક બેટિંગ પણ ચૂક્યા વર્લ્ડ રેકોર્ડ

જો કે બદનસીબી એ રહી કે કુલ્ટરનાઈલ સેન્ચ્યુરી ચૂકી ગયા. પરંતુ જો તે 4 રન વધુ બનાવી લેત તો વન ડે ઈન્ટરનેશનલમાં આઠમા નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી શક્તા હતા. વન ડેમાં આઠમા નંબર પર બેટિંગ કરી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સના નામે છે. વોક્સે આ રેકોર્ડ શ્રીલંકા સામે 2016ની મેચમાં બનાવ્યો હતો. આઠમા નંબરે બેટિંગ કરવા આવેલા વોક્સે 95 રન બનાવ્યા હાત. જેને કારણે મેચ ટાઈ થઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનઅપ કંઈ ખાસ ઉકાળી ન શકી અને 82 રનમાં જ છ વિકેટ પડી ગઈ. ટીમ હાર જોઈ રહી હતી પરંતુ જોસ બટલરે 93 અને વોક્સના નોટ આઉટ 95ના કારણે મેચ ટાઈ થઈ ગઈ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019: coulter nile played match winning inning against west indies but missed world record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X