• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019 ચૂંટણી જેમ વર્લ્ડ કપમાં પણ દેખાઈ રહ્યા છે ચોંકાવનારા ટ્રેન્ડ્ઝ

|

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2019માં અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ ચૂકી છે. ક્રિકેટના આ મહાકુંભની શરૂઆત પહેલા ક્રિકેટ પંડિત અને વિશ્લેષકો માની રહ્યા છે કે ઈંગલેન્ડમાં રમાનારો વર્લ્ડ કપ અંગ્રેજી કહેવત પ્રમાણે Batting Paradise એટલે કે બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન હશે. પરંતુ અત્યાર સુધીની પાંચ મેચમાં સ્પીડ અને સ્વિંગના કહેર બાદ જે ઝલક જોા મળી છે, તે આ અંદાજ કરતા વિપરિત છે. બેટિંગમાં સૌથી મજબૂત મનાતી ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડને આ જ કારણે વર્લ્ડ કપના ટાઈટલના દાવેદાર મનાઈ રહ્યા હતા, પરંતુ હાલની સ્થિતિ જોતા દરેક મેચ પર સ્થિતિ બદલાઈ રહી છે. તો શું હવે આ ટુર્નામેન્ટ બોલર્સની ટુર્નામેન્ટ બનશે ? અત્યાર સુધીની 5 મેચમાં જે પરિણામ સામે આવી રહ્યા છે, તે જોતા વિશ્વ કપમાં મોટા અપસેટ જોવા મળી શકે છે. આ ટુર્નામેન્ટના ગર્ભમાં એક ગચબ રોમાંચ સચવાયેલો છે, જે દરરોજની મેચ પ્રમાણે જુદો જુદો દેખાઈ શકે છે. લોકસભા 2019ની ચૂંટણીની જેમ જ 2019ના વર્લ્ડ કપની પહેલી પાંચ મેચમાં વિચિત્ર ટ્રેન્ડઝ જોવા મળ્યા છે.

ICC World Cup 2019: દક્ષિણ આફ્રિકા સામે 3 'વિશાળ સરપ્રાઈઝ' આપવા ટીમ ઈન્ડિયાની તૈયારી

વર્લ્ડ કપ કૅક વૉક નહીં હોય

વર્લ્ડ કપ કૅક વૉક નહીં હોય

વર્લડ્ કપના પહેલા મેચમાં હાશીમ અમલાના હેલમેટ પર વાગેલો જોફ્રા આર્ચરનો બાઉન્સર હોય કે મિશેલ સ્ટાર્કના ઘાતક યોર્ક પર અફ્ઘાનિસ્તાન બેટ્સમેન મોહમ્મદ શહઝાદનું બોલ્ડ થવું. અત્યાર સુધી રમાયેલી મેચોમાં એક વાત નક્કી થઈ ગઈ છે કે ઈંગ્લેન્ડમાં ન તો સપાટ વિકેટ મળશે, ન તો આ ક્રિકેટનો મહાકુંભ બેટ્સમેનોને અનુકુળ આવશે. કંડિશન, સિચ્યુએશન અને પિચનના મિજાજને ઓળખી જનારી ટીમ જ આ ટુર્નામેન્ટમાં સફળ થશે અને આગળ વધશે. અત્યાર સુધી રમાયેલી મેચો બાદ બાકી ટીમો માટે ઈંગ્લેન્ડના પિચ ક્યુરેટરે સંદેશ આપ્યો છે કે આ ઈવેન્ટ બેટ્સમેનો માટે કેક વોક નહીં હોય.

એશિયાઈ ટીમની 'સરન્ડર ગેમ'

એશિયાઈ ટીમની 'સરન્ડર ગેમ'

વર્લ્ડ કપ 2019ની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા માત્ર 39.5 ઓવર સુધી ટકી શકી. ઈંગ્લેન્ડના બોલર્સે શોર્ટપીચ અને બાઉન્સરનો ઉપયોગ કર્યો અને પહેલી ઓવરથી જ આફ્રિકી બેટ્સમોને બેસ દેખાયા. વર્લ્ડ કપની બીજી મેચમાં વિન્ડિઝના બોલર્સે પણ સતત શોર્ટપીચ બોલિંગ કરી અને પાકિસ્તાન માત્ર 21.4 ઓવરમાં 105 ઓવરમાં ખખડી ગયું. વર્લ્ડ કપમાં આ પાકિસ્તાનને આ બીજી વખત સૌથી ઓછી ઓવર રમી અને ઓછો સ્કોર કર્યો. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે રમાયેલી મેચમાં શ્રીલંકન ટીમ માત્ર 29.2 ઓવર રમી શકી અને 136 રન જ બનાવી શકી. ટ્રેન્ટના સ્વિંગ થતા બોલ અને લૉકી ફરગ્યુસનની સ્પીડ સામે બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા. અફ્ઘાનિસ્તાનની હાલત પણ એવી જ રહી. અફ્ઘાનિસ્તાન માત્ર 38.2 ઓવરમાં 297 રન બનાવી શકી.

ઈન્ટેન્ટ અને પ્લાન મોટું ફેક્ટર

ઈન્ટેન્ટ અને પ્લાન મોટું ફેક્ટર

વર્લડ્ કપની પાંચમી મેચમાં બાંગ્લાદેશ પહેલી એશિયાઈ ટીમ બની જેણે પૂરી 50 ઓવર રમી હોય. કારણ હતું દક્ષિણ આફ્રિકાની ખરાબ ફિલ્ડિંગ અને ખરાબ બોલિંગ. વર્લ્ડકપમાં જે બોલર્સે લાઈન લેન્થ, સ્પીડ, શોર્ટપીચ અને બાઉન્સર્સનો ઉપયોગ કર્યો છે, તેમની ટીમ સફળ રહી છે. દક્ષિણ આફ્રિકામાં કગીસો રબાડા અને લુંગી ગીડી જેવા બોલર્સ હોવા છતાંય તેઓ નિષ્ફળ રહ્યા અને બાંગ્લાદેશે પોતાના ODI કરિયરનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. ઈંગ્લેન્ડમાં રમાનાર દરેક મુકાબલામાં ટોસ મહત્વનો બનવાો છે. કારણ કે સવારે બે કલાક અહીં બોલ વધુ સ્વિંગ અને સીમ થાય છે. આ મૂવમેન્ટ અને મોમેન્ટમનો બોલર્સ ફાયદો ઉઠાવી શકે છે. અત્યાર સુધીની મેચમાં 5 બોલર્સે પોતાની તાકાત દર્શાવી તો ડેવિડ વોર્નર જેવા આક્રમક બેટ્સમેન પણ સાચવીને રમતા દેખાયા. આ ટુર્નામેન્ટમાં ટીમોનું ઈન્ટેન્ડ, એડેપ્ટ કરવાની ક્ષમતા અને પ્લાનિંગને અમલ કરવા સહિતના મુદ્દા પર હાર જીત નક્કી થશે.

સ્પીડ સામે ઘૂંટણિયે પડ્યા બેટસમેન

સ્પીડ સામે ઘૂંટણિયે પડ્યા બેટસમેન

ઈંગ્લેન્ડની પીચો પર લીલું ઘાસ છે, જે બોલર્સને પહેલા સેશનમાં મદદ કેર છે. ટોસ જીતનારી ટીમ ઈંગ્લેન્ડમાં પહેલા બેટિંગ કરવા ઈચ્છશે ઈંગ્લેન્ડ આનું સૌથી સારુ ઉદાહરણ છે. અત્યાર સુધી પાંચ બોલર્સે જે સૌથી ફાસ્ટ બોલ નાખ્યા છે, તેમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક ટોપ પર છે. સ્ટાર્કે અફ્ઘાનિસ્તાન સામેની મેચમાં 152 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાખ્યો હતો. તો ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરે પણ દક્ષિણ આફ્રિકા સામે આ જ સ્પીડથી બોલ નાખ્યો છે. રબાડાએ 150 અને પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસને 147 કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલ નાખ્યા છે. આ બોલર્સ સામે બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડ્યો છે.

બેટ્સમેનોની થશ અગ્નિ પરીક્ષા

બેટ્સમેનોની થશ અગ્નિ પરીક્ષા

વિરાટ કોહલીએ 10 ટીમોની કેપ્ટન મીટ દરમિયાન શક્યતા વ્યક્ત કરી હતી કે ઈંગ્લેન્ડ 500 રન કરનારી પહેલી ટીમ બની શકે છે. ત્યારથી જ આ વાતની ચર્ચા શરૂ થઈ હતી કે શું આ વર્લ્ડ કપમાં જ આ રેકોર્ડ બનશે. મોડર્ન ડે ક્રિકેટમાં નિયમો ભલે બેટ્સમેનોની ફેવર કરે, પરંતુ બોલર્સના પણ વખાણ થવા જ જોઈએ. બોલર્સે ફ્રી હિટનો ઉપાય શોધી લીધો છે, હવે બોલર્સ ફ્રી હિટમાં પણ એક કે બે જ રન આપે છે. વિન્ડજીના ઉસેન થોમસે 34 બોલમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જેનાથી સાબિત થાય છે કે આ વર્લ્ડ કપ બેટસમેનો માટે આસાન નહીં હોય. સેમ્પલ ભલે નાનું હોય પરંતુ શું એવું કહી શકાય કે આ વર્લ્ડ કપ ફાસ્ટ બોલર્સને નામે રહેવાનો છે ? શું આ ટુર્નામેન્ટમાં પાટા વિકેટ પ ર100-200 રન કરનાર બેટ્સમેનોની ઓરિજિનલ સ્કીલ જોવા મળશે ? આ સવાલોના જવાબ આવપા બોલર્સ તૈયાર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019 these world cup will be on fast bowlers name
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more