For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWC19: ધોનીના ગ્લવ્ઝ પરથી 'બલિદાન બેજ' હટાવવા ICCએ BCCIને અનુરોધ કર્યો

ભારતે વર્લડ્ કપમાં પોતાના અભિયાનની શરૂઆત સૌથી છેલ્લે પરંતુ દમદાર રીતે કરી છે. 5 જૂને રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી.

|
Google Oneindia Gujarati News

ભારતે વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત સૌથી છેલ્લે પરંતુ દમદાર રીતે કરી છે. 5 જૂને રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સાબિત કર્યું કે શા માટે તેઓ વર્લ્ડ કપના દાવેદારોમાં સામેલ છે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલીની કેપ્ટનસી, બુમરાહની બોલિંગ, કુલદીપ-ચહલના સ્પિન અને પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમી રહેલા ધોની પર હતી.

આ પણ વાંચો: ICC World Cup 2019: સાઉથ આફ્રિકા સામે ભારતનો 6 વિકેટે વિજય

ધોનીના ગલ્વજ પર 'બલિદાન બેજ'

ધોનીના ગલ્વજ પર 'બલિદાન બેજ'

ધોનીએ આ મેચમાં પોતાના ફેન્સને નિરાશ ન કર્યા. પાંચમાં નંબરે બેટિંગ કરીને ધોનીએ 34 રન નબાવ્યા. પરંતુ આ મેચમાં ધોનીની બેટિંગ કરતા વધુ ધ્યાન તેના ગ્લવ્ઝે ખેંચ્યુ છે. કારણ છે ગ્લવ્ઝ પર રહેલું એક ચિહ્ન. આ નિશાનની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ છે. જે બાદ આ નિશાન ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે ક્રિકેટ ઈતિહાસમાં કોઈ વિકેટકીપરના ગ્લવ્ઝ પર આ નિશાન નથી દેખાયું. ધોનીએ વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતીય સેનાને અદભુત સન્માન આપ્યું. ધોનીના ગ્લવ્ઝ પર જે નિશાન જોવા મળ્યું છે, તેને કોઈ સામાન્ય વ્યક્તિ નથી વાપરી શક્તો. આ નિશાન પેરા કમાન્ડોને અપાતા બેજનું નિશાન હતું. આ બેજ પેરા કમાન્ડો લગાવે છે. તેને બલિદાન બેજ તરીકે પણ ઓળખાય છે.

આઈસીસીએ બેજ હટાવવા કહ્યું

આઈસીસીએ બેજ હટાવવા કહ્યું

ફેન્સને જ્યારે આ નિશાન વિશે ખબર પડી તો દેશ અને સુરક્ષા દળો પ્રત્યે ધોનીના પ્રેમ અને પ્રતિબદ્ધતાના વખાણ થવા લાગ્યા. પરંતુ હવે ICCએ BCCIને અનુરોધ કર્યો છે કે તેઓ ધોનીના ગ્લવ્ઝ પર રહેતું આ નિશાન હટાવી લે. આ મામલે વાત કરતા ICCના એક અધિકારીએ કહ્યું,'અમે બીસીસીઆઈને આ નિશાન હટાવવા કહ્યું છે. કારણ છે કે આઈસીસીના પોતાના નિયમો છે. આ નિયમ પ્રમાણે કોઈ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાના કપડા કે સામાન પર એવો સિમ્બોલ ન લગાવી શકે જે કોઈ રાજકીય, ધાર્મિક, નસ્લીય કે અન્ય ઓળખ દર્શાવતું હોય.'

શું હોય છે બલિદાન બેજ ?

આ બેજમાં બલિદાન શબ્દ દેવનાગરી લિપિમાં લખાયેલો છે. આ બેજ ચાંદીથી બનેલો હોય છે, જેમાં ઉપર તરફ લાલ પ્લાસ્ટિકની આયત હોય છે. આ બેજ ફક્ત પેરા કમાન્ડો જ પહેરે છે. ભારતીય સૈન્યની એક સ્પેશિયલ ફોર્સિઝની ટીમ હોય છે, જે આતંકીઓ સામે લડવા અને આતંકીઓને તેમના જ વિસ્તારમાં મારવામાં નિપુણ હોય છે. આકરી તાલીમ અને પેરાશૂટથી કૂદીને દુશ્મનના વિસ્તારમાં ઘૂસી તેને મારવામાં નિષ્ણાત કમાન્ડોને પેરા કમાન્ડો કહેવામાં આવે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
world cup 2019: ICC told bcci to remove balidan badge from dhoni gloves
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X