World Cup 2023, Aus vs SL: શ્રીલંકાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
World Cup 2023, Aus vs SL: ICC ક્રિકેટ વર્લ્ડ કપની 14મી મેચમાં આજે 16 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મેચ રમાશે. જેમાં બંને ટીમો વચ્ચેની આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીત્યો છે. શ્રીલંકાએ પહેલા બેટિંગ નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં અત્યાર સુધી છેલ્લા સ્થાને છે, તેણે તેની બંને મેચ ગુમાવી છે. બીજી તરફ શ્રીલંકાને પણ બે હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે અત્યાર સુધીમાં 103 વનડે મેચ રમી છે.

આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 63 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાએ માત્ર 36 મેચ જીતી છે. જોકે 4 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. આ બંને ટીમો વર્લ્ડ કપમાં 11 વખત સામસામે આવી ચુકી છે અને તેમાંથી ઓસ્ટ્રેલિયાએ 8 વખત જીત મેળવી છે. શ્રીલંકા માત્ર બે વખત જીત્યું છે.
લખનઉનું એકના ક્રિકેટ સ્ટેડિયમ ઐતિહાસિક રીતે સ્પિનરો માટે ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. ધીમી પિચને કારણે ઘણી વખત ઓછા સ્કોરિંગ મેચો થાય છે. બેટ્સમેનોએ શરૂઆતમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે થોડી મહેનત કરવી પડી શકે છે.
પીચ પર થોડો સમય વિતાવ્યા બાદ બેટ્સમેનો પણ મોટી ઇનિંગ્સ રમી શકે છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ ફાસ્ટ બોલરોને પણ મદદ મળવા લાગશે, અહીં ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકાની અગાઉની મેચમાં ઓસ્ટ્રેલિયાની 10 માંથી 6 વિકેટ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરોએ લીધી હતી.












Click it and Unblock the Notifications
