World Cup 2023: ટીમ ઇન્ડિયાનો બદલાયો મિજાજ, બની શકે છે અજેય ભારત
World Cup 2023: વિશ્વ કપમાં પોતાની પ્રથમ ત્રણેય મેચ જીતી લીધી છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવ્યું છે. જે કારણે ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ મેદાન બહાર અને મેદાનમાં અલગ લેવલ પર દેખાઇ રહ્યો છે.
જો આપણે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 ODI વર્લ્ડ કપ, 2021 T20 વર્લ્ડ કપ, WTC ફાઈનલ, 2022 T20 વર્લ્ડ કપ અને 2023 WTC ફાઈનલની સરખામણી કરીએ, તો આ ટીમ એકદમ સંતુલિત અને મજબૂત દેખાય છે. વર્ષ 2011 પછી એવું લાગી રહ્યું છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઇન્ડિયા 12 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતી શકે છે.

2019 વર્લ્ડ કપની દરેક મેચમાં, અમે પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો જોયા હતા, પરંતુ આ વખતે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છેલ્લા 11 ખેલાડીઓની ભૂમિકાને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે. આ જ કારણ છે કે, વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ લેનાર મોહમ્મદ શમીને આજ સુધી તક મળી નથી.
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ નવા બોલ સાથે અસરકારક રહ્યા છે, જ્યારે ત્રીજા બોલર તરીકે હાર્દિકની ભૂમિકા નિશ્ચિત છે. સપાટ પીચો પર, શાર્દુલ ઠાકુરને બેટિંગ ઓલરાઉન્ડર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યો છે, જ્યારે સ્પિનર-ફ્રેન્ડલી પિચો પર અશ્વિનને રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સાથે તક મળી રહી છે.
બેટિંગની વાત કરીએ, તો 2019માં ટીમે જે પ્રયોગો કર્યા હતા, તે આ વખતે નથી. શ્રેયસ ચોથા નંબર પર ફિટ છે. આ જ કારણ છે કે, સૂર્યકુમાર યાદવને બેન્ચ પર બેસવું પડ્યું છે. વર્લ્ડ કપ પહેલા સૂર્યને એક્સ ફેક્ટર માનવામાં આવતો હતો. કેપ્ટન રોહિત શર્મા ફ્રન્ટથી લીડ કરી રહ્યો છે અને આ સમયે ભારતીય ટીમને હરાવવા ખૂબ જ મુશ્કેલ લાગે છે, પરંતુ કેટલાક એવા સવાલ છે, જેના જવાબ ટીમ મેનેજમેન્ટે શોધવા પડશે.
શું ટીમ હાર્દિક પર ત્રીજા ફાસ્ટ બોલર તરીકે વિશ્વાસ કરી શકે છે? શાર્દુલ ઠાકુરના સ્થાને શમીને ન લેવો જોઈએ, કારણ કે અત્યાર સુધી આઠ નંબરના બેટ્સમેનને બેટિંગ કરવાની જરૂર નથી. જ્યાં સુધી શમીની વાત છે, તેને લીગ તબક્કાની છેલ્લી મેચોમાં તક મળી શકે છે. ભારતે લીગ તબક્કામાં તેની છેલ્લી મેચ 12 નવેમ્બરના રોજ નેધરલેન્ડ સામે રમવાની છે.
ટીમ ઈન્ડિયાએ મંગળવારની સાંજે પ્રેક્ટિસ કરી હતી. જોકે તે વૈકલ્પિક પ્રેક્ટિસ હતી, પરંતુ તમામ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો. આ દર્શાવે છે કે, આખી ટીમ કોઈપણ મેચને હળવાશથી લેવા માંગતી નથી. વિરાટ કોહલી સીધા નેટ્સ પર ગયો અને બે સ્થાનિક બોલરોના ઝડપી બોલ પર બે થ્રોડાઉન નિષ્ણાતો સાથે પાવર હિટિંગની પ્રેક્ટિસ કરી હતી. આ સિવાય તેમણે ઓફ સ્પિન પર પણ બેટિંગ કરી હતી.
શુભમનને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને થ્રોડાઉન નિષ્ણાત નુવાન દ્વારા પ્રેક્ટિસ આપવામાં આવી હતી, ત્યારે અનુભવી રવિચંદ્રન અશ્વિને પણ ગિલને બોલિંગ કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીના બોલ પર પ્રેક્ટિસ કરી હતી.
કેએલ રાહુલે પણ નેટ્સમાં ઘણો પરસેવો પાડ્યો હતો. તેણે લગભગ 45 મિનિટ સુધી લાંબા હિટિંગ શોટ્સની પ્રેક્ટિસ કરી હતી. તમામ બેટ્સમેન લાંબા શોટ ફટકારી રહ્યા હતા. પાકિસ્તાન સામેની મેચ બાદ કેપ્ટન રોહિત શર્મા મુંબઈમાં પોતાના ઘરે ગયો હતો. રોહિત મંગળવારે તેની લેમ્બોર્ગિની કારમાં પુણે સ્ટેડિયમ પહોંચ્યો હતો અને પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
