World Cup 2023: Shubman Gill ની થઇ શકે છે એન્ટ્રી, આવી હશે IND vs PAK ની પ્લેઇંગ ઇલેવન
IND vs PAK World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતી કાલે એટલે કે, 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ઐતિહાસિક મેચની યજમાની માટે તૈયાર છે.
માત્ર એક રાત બાદ ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે ટકરાશે. સતત બે મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતી ક્રિકેટ ટીમ ઉત્સાહમાં છે. આ સાથે જ બાબર આઝમ એન્ડ કંપનીએ શ્રીલંકા સામે રેકોર્ડ જીત નોંધાવીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

શુબમન ગિલ વાપસી કરશે? - ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા શુભમન ગિલની તબિયત છે. શુભમન ગિલ ડેન્ગ્યુમાંથી સાજો થઈ ગયો છે અને અમદાવાદની ટીમમાં જોડાયો છે. શુભમને ગુરુવારના રોજ નેટ્સમાં એક કલાક સુધી બેટિંગ પ્રેક્ટિસ પણ કરી હતી, પરંતુ તે 14 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે ફીટ છે કે નહીં, તેની પુષ્ટિ થઈ નથી.
શું અશ્વિન ટીમમાં વાપસી કરશે? - અફઘાનિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી હતી. અમદાવાદમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, અશ્વિન પાકિસ્તાન સામે ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સ્પિનર્સને ઘણી મદદ કરે છે, અને અશ્વિનનો અનુભવ ભારત માટે ઘણો ઉપયોગી થઈ શકે છે.
સિરાજ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા - અફઘાનિસ્તાન સામે મોહમ્મદ સિરાજ ઘણો મોંઘો સાબિત થયો હતો. સિરાજે તેની 9 ઓવરના સ્પેલમાં 76 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી ન હતી. જોકે છેલ્લી મેચ સિવાય સિરાજ અન્ય મેચોમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ 11 - રોહિત શર્મા, ઈશાન કિશન/શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
