World Cup 2023: શું ફીસ વગર વર્લ્ડ કપ રમવા આવશે પાકિસ્તાની ટીમ? 4 મહિનાથી નથી મળ્યા પૈસા
એશિયા કપ 2023માં પાકિસ્તાનની ટીમ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરી હતી. પાકિસ્તાનની ટીમ એશિયા કપ જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી હતી. પાકિસ્તાને પણ એશિયા કપની શાનદાર શરૂઆત કરી હતી. જોકે, ભારત સામે પાકિસ્તાનની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. સુપરફોરની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મોટી જીત હાંસલ કરી હતી.
પાકિસ્તાનના આ પ્રદર્શનને જોઈને માનવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ આ વર્ષે એશિયા કપ જીતશે. પરંતુ સુપરફોરની બીજી મેચમાં પાકિસ્તાનને ભારત સામે 228 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

આ હાર પાકિસ્તાન માટે મોટી હાર સાબિત થઈ.ભારત સિવાય પાકિસ્તાન પણ શ્રીલંકા સામે તેની આગામી મેચ હારી ગયું, આ સાથે પાકિસ્તાનનું એશિયા કપની ફાઈનલમાં જવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું.
હવે પાકિસ્તાનની નજર ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પર ટકેલી છે. પાકિસ્તાનની ટીમ આ મહિનાની 27મીએ ODI વર્લ્ડ કપ માટે ભારત જવા રવાના થશે. પરંતુ આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે ખેલાડીઓનો અસંતોષ જોવા મળ્યો છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોઈ ખેલાડીને છેલ્લા ચાર મહિનાથી મેચ ફી ચૂકવવામાં આવી નથી. આનાથી પાકિસ્તાની ખેલાડીઓ ખૂબ જ નિરાશ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ટીમમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહેલા ટોચના ખેલાડીઓને દર મહિને મેચ ફી તરીકે 13 લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ છેલ્લા 4 મહિનાથી ખેલાડીઓને કોઈપણ પ્રકારના પૈસા આપવામાં આવ્યા નથી.
તેનાથી નિરાશ થઈને પાકિસ્તાની ખેલાડીઓએ પાકિસ્તાન બોર્ડ સાથે જોડાયેલા સ્પોન્સર્સને પ્રોત્સાહન આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે કહ્યું કે અમે પાકિસ્તાન માટે ફ્રીમાં ક્રિકેટ રમી શકીએ છીએ પરંતુ અમે કોઈ બ્રાન્ડને પ્રમોટ નહીં કરીએ.












Click it and Unblock the Notifications
