World Cup Today's Match: વર્લ્ડ કપ 2023માં આજે કોની મેચ છે - ભારત vs અફઘાનિસ્તાન
India vs Afghanistan, 9th Match: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ નવી દિલ્હીમાં બુધવાર, 11 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાન સામે ODI વર્લ્ડ કપ 2023ની બીજી મેચ રમશે. બંને ટીમો વચ્ચેની આ ટક્કર અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી થશે.
ICC ODI વર્લ્ડ કપ 2023માં બંને ટીમોની આ બીજી મેચ હશે. 8 ઓક્ટોબર, 2023ના રોજ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે તેમની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે (52 બોલ બાકી રહેતા) હરાવ્યું હતું.

અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે. ભારતે અફઘાનિસ્તાન સામે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમી છે. ભારતે ત્રણમાંથી બે વનડે મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. બંને પક્ષો વચ્ચે છેલ્લી ODI મુકાબલો ઈંગ્લેન્ડમાં 2019 વર્લ્ડ કપમાં થયો હતો.
અફઘાનિસ્તાને તેની પ્રથમ ICC વર્લ્ડ કપ 2023 મેચ 7 ઓક્ટોબરના રોજ ધર્મશાલામાં બાંગ્લાદેશ સામે રમી હતી જ્યાં તેઓ 6 વિકેટથી હારી ગયા હતા. બીજી તરફ, ભારતીય ટીમે ચેન્નાઈમાં ટૂર્નામેન્ટની તેમની શરૂઆતની મેચમાં કાંગારૂઓને 6 વિકેટથી હરાવ્યું હતું.
ભારત વિ અફઘાનિસ્તાન મેચનું ભારતીય ટેલિવિઝન પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ભારતીય દર્શકો ડિઝની પ્લસ હૉટસ્ટાર એપ અને વેબસાઈટ પર પણ આ મેચોની ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકે છે.
અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ટીમ ઈન્ડિયા સ્કવૉડ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, સુર્યકુમાર યાદવ. શાર્દૂલ ઠાકુર.
અફઘાનિસ્તાન ટીમ સ્ક્વોડ
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ હક, ફઝલહક ફારૂકી, ઇકરામ અલીખિલ, અબ્દુલ રહેમાન, રિયાઝ હસન, નૂર અહેમદ.












Click it and Unblock the Notifications
