વિશ્વની બે સૌથી સુંદર મહિલા ક્રિકેટરોએ આખરે કેમ છોડી WPL? RCB અને DCને કરોડોનું નુકસાન!
WPL 2026: મહિલા પ્રીમિયર લીગ (WPL) ની આગામી સીઝન શરૂ થાય તે પહેલા જ ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી (Ellyse Perry) અને દિલ્હી કેપિટલ્સની અનાબેલ સધરલેન્ડે (Annabel Sutherland) અચાનક ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ બંને ખેલાડીઓ માત્ર રમત જ નહીં, પરંતુ તેમની સુંદરતા અને ફેન ફોલોઈંગ માટે પણ વિશ્વભરમાં જાણીતી છે.

શા માટે એલિસ પેરીએ લીધો આ નિર્ણય?
અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ખેલાડી એલિસ પેરીએ અંગત કારણોસર WPL 2026માં ન રમવાનો નિર્ણય લીધો છે. પેરીએ ગત સીઝનમાં સ્મૃતિ મંધાનાની ટીમ RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર દેખાવ કરનાર પેરીની ગેરહાજરી બેંગલુરુ માટે મોટી ખોટ સાબિત થશે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની અનાબેલ સધરલેન્ડે પણ અંગત કારણો આપીને જ આ સીઝનમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે.
કોણ લેશે આ દિગ્ગજોનું સ્થાન? (રિપ્લેસમેન્ટ)
બંને ટીમોએ આ ખેલાડીઓના વિકલ્પ તરીકે નવા નામોની જાહેરાત કરી દીધી છે.
- RCB: એલિસ પેરીના સ્થાને ઓસ્ટ્રેલિયાની જ લેગ-સ્પિનર અલાના કિંગને ટીમમાં સામેલ કરવામાં આવી છે. અલાના પોતાની સ્પિન બોલિંગથી મેચનું પાસું પલટવા માટે જાણીતી છે.
- દિલ્હી કેપિટલ્સ: અનાબેલ સધરલેન્ડના સ્થાને ભારતની ઉભરતી ઓલરાઉન્ડર સયાલી સતઘરેને તક આપવામાં આવી છે.
ટીમોને પડ્યો કરોડોનો ફટકો
આ બંને ખેલાડીઓ તેમની ટીમની સૌથી મોંઘી ખેલાડીઓમાંથી એક હતી. એલિસ પેરી અને અનાબેલ સધરલેન્ડ બંનેની સેલરી ₹2-2 કરોડ હતી. આટલી મોટી રકમ ખર્ચીને તેમને રિટેન કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમના હટવાથી ટીમોને આર્થિક અને રણનીતિક એમ બંને રીતે મોટું નુકસાન થયું છે.
ચાહકોમાં નિરાશા
WPLમાં એલિસ પેરીને જોવી ચાહકો માટે એક મોટું આકર્ષણ હોય છે. સોશિયલ મીડિયા પર RCBના ફેન્સ પોતાની પ્રિય ખેલાડીની ગેરહાજરીથી નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અલાના કિંગ અને સયાલી સતઘરે આ બે દિગ્ગજ ખેલાડીઓની ખોટ પૂરી કરી શકશે કે નહીં.












Click it and Unblock the Notifications
