WTC final 2023: આ 5 ભૂલોના કારણે હારી ભારતીય ટીમ, 10 વર્ષ પછી ટ્રોફી જીતવાનુ તુટ્યુ સપનુ
ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બનવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચતા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2021માં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. અને હવે ઓસ્ટ્રેલિયાએ ટીમને 209 રનથી હરાવ્યું છે.

ભારતીય ટીમ છેલ્લા દસ વર્ષથી ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીતવાની આશા કરોડો ભારતીય ચાહકોના દિલમાં હતી. પરંતુ ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને 209 રને હારનો સામનો કરવો પડ્યો અને આ સાથે જ ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
ટેસ્ટ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવી એ એક મજબૂત નિર્ણય માનવામાં આવે છે. પરંતુ આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટીમની વિરૂદ્ધ ગયેલી સ્થિતિને જોતા પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની જેમ ભારત પણ પ્રથમ દાવમાં જંગી સ્કોર કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ ભારતીય ટીમના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. અજિંક્ય રહાણે, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાની મદદથી ભારત 296 રન બનાવી શક્યું હતું.
ભારતે વાપસી કરવા માટે બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાને ઝડપથી ઓલઆઉટ કરવું પડ્યું હતું. પરંતુ ભારતીય બોલરો તે કરી શક્યા ન હતા. જે બાદ ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારત સામે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
પ્રથમ દાવમાં ખરાબ બેટિંગ બાદ ચોથી ઈનિંગમાં ભારતીય ટીમ પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા હતી. IPLમાં ત્રણ સદી ફટકારનાર શુભમન ગિલ બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. તે જ સમયે, રોહિત શર્મા પણ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો.
પાંચમા દિવસે ભારતને જીતવા માટે 280 રનની જરૂર હતી. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ મજબૂત ભાગીદારી કરી હતી. પરંતુ બંને બેટ્સમેનોએ ખરાબ શોટ રમતા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
