WTC Final 2023 : વિરાટ અને રોહિત બનાવી શકે છે આ રેકોર્ડ, ધોની-યુવરાજની કરશે બરાબરી
WTC Final 2023 : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. આ મેચ 7 જૂનના રોજ ઇંગ્લેન્ડના ધ ઓવલ મેદાનમાં રમાશે. આ મેચ સાથે ટીમ ઇન્ડિયા પાસે 10 વર્ષ પછી કોઇ આઇસીસી ટ્રોફી જીતવાનો અવસર છે.
જો ભારતીય ટીમ આ મેચ જીતવામાં સફળ થશે, તો કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન એક ખાસ ક્લબમાં સામેલ થશે.

ધોની-યુવરાજની ક્લબમાં જોડાશે કોહલી-રોહિત? ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને વીરેન્દ્ર સેહવાગ એવા ચાર ભારતીય ક્રિકેટર છે, જેમણે 3 વખત ICC ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી છે.
ધોનીની વાત કરીએ, તો તે 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂક્યો છે. જ્યારે હરભજન, યુવરાજ અને સેહવાગે 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2002 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ ક્રિકેટર્સ સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડી અત્યાર સુધી ત્રણ ICC ટ્રોફી જીતી શક્યા નથી.
3 ખેલાડીઓ પાસે છે તક - WTC ફાઇનલમાં ત્રણ ભારતીય ખેલાડીઓ પાસે આ વિશિષ્ટ ક્લબમાં જોડાવાની સુવર્ણ તક હશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન આ વખતે ત્રીજી ICC ટ્રોફી જીતી શકે છે.
વિરાટ અને અશ્વિને ટીમ ઈન્ડિયા સાથે 2011ની વર્લ્ડ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આવા સમયે, રોહિત 2007 T20 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો ભાગ હતો, પરંતુ ત્યારથી ત્રણેય ખેલાડીઓ વર્ષોથી ICC ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા. આ વખતે ત્રણેયને તક છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે એક મજબૂત ટીમ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પડકાર ઘણો મુશ્કેલ બની રહ્યો છે.
WTC ફાઈનલ માટે સંપૂર્ણ ટીમ ઈન્ડિયાની ટીમ : રોહિત શર્મા (c), શુભમન ગિલ, ઈશાન કિશન, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટ કિપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ અનડકટ












Click it and Unblock the Notifications
