WTC Final Day 4 Weather: મેચ માટે મહત્વનો દિવસ, કેવો રહેશે આજે મૌસમનો હાલ?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023ના ચોથા દિવસે લંડનમાં હવામાનની પેટર્ન થોડી અલગ હોઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પહેલા 3 દિવસ ખૂબ સારા રહ્યા, પરંતુ આજનો દિવસ વરસાદને કારણે પ્રભાવિત થઈ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો તેમની ટીમ માટે ક્યાંકને ક્યાંક વરસાદની પ્રાર્થના કરતા જ હશે, કારણ કે જો આ મેચ કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે તો ભારતની જીતવાની શક્યતાઓ હવે ઘણી ઓછી છે.

ટીમ ઈન્ડિયાને જીતવા માટે ચમત્કારિક રમત બતાવવી પડશે અને તે આ પહેલા ટેસ્ટ મેચોમાં પણ કરી ચૂકી છે. પરંતુ સવાલ એ છે કે આઈસીસી ટાઈટલ ક્લેશ હોવાને કારણે તેઓ આ મેચમાં પણ આવું જ કરી શકશે કે નહીં?
AccuWeather અનુસાર, 10 જૂનની બપોર સુધી, આકાશ સ્વચ્છ રહેશે અને સૂર્ય પહેલાની જેમ ચમકશે, પરંતુ બપોરે 1:00 વાગ્યા પછી વાદળછાયું રહેવાની ધારણા છે. બપોરે 3:00 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના વધીને 61% થઈ જશે અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
આ બધાની અસર 1 કલાક સુધી અનુભવાય તેવી અપેક્ષા છે. એ પણ નોંધવું જોઈએ કે યુકે મેટ ઓફિસે શનિવારે લંડન માટે યલો વેધર વોર્મિંગ જારી કર્યું છે. સારી વાત એ છે કે ICCએ આવી પરિસ્થિતિઓ માટે સોમવારે રિઝર્વ ડે રાખ્યો છે.
જ્યાં સુધી મેચની વાત છે તો ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ દાવમાં 296 રન બનાવ્યા હતા અને આ સમયે કાંગારૂઓની લીડ પણ 296 રનની છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 123 રન બનાવીને રમી રહી છે.












Click it and Unblock the Notifications
