આ વિદેશી હસીનાના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો યશસ્વી જયસ્વાલ, જાણો ક્યાંની છે આ સુંદરી?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં યશસ્વી જયસ્વાલ સ્ટાર બનીને સામે આવ્યો છે. રનના વરસાદ વચ્ચે હવે તે એખ હસીનાના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 209 રનની શાનદાર ઇનિંગ રમી છે. યશસ્વી તેની ઇનિંગ્સ સિવાય એક છોકરી સાથેના તેના સંબંધોના સમાચારમાં છે.

અહેવાલો અનુસાર, આ છોકરીનું નામ મેડી હેમિલ્ટન છે અને તેણી તે જ દેશની છે જેની સામે યશસ્વીએ બેવડી સદી ફટકારી છે. મેડી ઈંગ્લેન્ડની રહેવાસી છે.
તાજેતરમાં જ યશસ્વીએ તેના ઇન્સ્ટાગ્રામ પર મેડી સાથેની એક તસવીર પોસ્ટ કરી અને તેને ફેમિલી તરીકે કેપ્શન આપ્યું. કેપ્શન અને તસવીરને કારણે હવે તેના ફેન્સ બન્ને રિલેશનમાં હોવાનું માની રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે મેડી યશસ્વી જયસ્વાલની ગર્લફ્રેન્ડ છે. મેડી ઘણી વખત ઈન્ટરનેશનલ મેચ અને આઈપીએલમાં જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યશસ્વી અને મેડી બંને છેલ્લા 3 વર્ષથી રિલેશનશિપમાં છે. જો કે તે અંગે બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે યશસ્વીની બેટિંગ અને તેની પ્રતિભાને જોઈને ક્રિકેટ પંડિતો તેને ભારતનું ભવિષ્ય અને વિશ્વ ક્રિકેટનો સુપરસ્ટાર કહી રહ્યા છે.












Click it and Unblock the Notifications
