For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડીઓને સટોડિયાઓએ આપ્યા હતા ફ્લેટ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lalit-modi
નવી દિલ્હી, 21 જૂન: ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ સનસનીખેજ દાવો કર્યો હતો કે ચેન્નઇ સુપરકિંગ્સના ત્રણ ખેલાડીઓને રીયલ એસ્ટેટના મોટા બિઝનેસમેન સાથે સંબંધ છે જે સટોડિયા પણ છે. તેમને કહ્યું હતું કે આ ઉદ્યોગપતિઓના ગુરૂનાથ મયપ્પન અને અન્ય ફ્રેન્ચાઇઝી માલિકો સાથે ગાઢ સંબંધ છે.

લલિત મોદીએ ટ્વિટના માધ્યમથી દાવો કર્યો હતો કે રીયલ એસ્ટેટ ઉદ્યોગપતિએ 2010માં આઇપીએલ ફ્રેંચાઇઝી પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને મંજૂરી આપી ન હતી. લલિત મોદીએ કહ્યું હતું કે તેને સુપરકિંગ્સના ખેલાડીઓને ફ્લેટ પણ આપ્યાં છે. જો કે લલિત મોદીએ આ વ્યક્તિના નામનો ખુલાસો કર્યો નથી.

લંડનમાં રહેતા લલિત મોદીએ ટ્વિટ કર્યું હતું કે વિશ્વસનિય સૂત્રો દ્વારા તાજેતરમાં માહિતી મળી છે કે ચેન્નઇ સુપરકિંગ્સના ત્રણ ખેલાડીઓને નાઇટ ક્લબના માલિક, રીયલ એસ્ટેટ વ્યવસાયી સાથે જોવામાં આવ્યાં હતા. લલિત મોદીએ આરોપ લગાવ્યો હતો કે રીયલ એસ્ટેટ કિંગ સટ્ટેબાજી પણ કરે છે અને તેને ખેલાડીઓને ન્યૂ બાંદ્રા સી ફેસ કોમ્પલેક્સ અને નોઇડામાં ફ્લેટ આપ્યાં છે. તેમને કહ્યું હતું કે જો માહિતી સાચી છે તો તે વ્યક્તિને ત્રીજા વર્ષે ટીમ માટે બોલી લગાવવાથી અટકાવ્યો હતો. જ્યારે હું ચેરમેન હતો.

લલિત મોદીએ કહ્યું હતું કે આ સટ્ટેબાજ રીયલ એસ્ટેટ ઉદ્યોગપતિના ગુરૂમયપ્પન અને કેટલા અન્ય માલિકો સાથે ગાઢ સંબંધ છે. લલિત મોદીએ મુંબઇ પોલીસને આ મુદ્દે તપાસ કરવાનું કહ્યું હતું.

English summary
Lalit Modi on Thursday made a sensational claim that three Chennai Super Kings player had links with a real estate tycoon, who is also a bookie and has close links with Meiyappan and other IPL franchisee owners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X