For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CSK vs MI: ધોની સામે ઘુંટણીએ પડી મુંબઈ ઈન્ડિયન્સ, 20 રને હાર!

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 30 મી મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની 30 મી મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSK એ ઋતુરાજ ગાયકવાડની અણનમ 88 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે 157 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ પોલાર્ડની આગેવાનીવાળી આ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 136 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રોહિત શર્મા ઈજાને કારણે રમી શક્યો ન હતો અને તેના સ્થાને કેરોન પોલાર્ડને કેપ્ટનશીપ સોંપાઈ હતી.

CSK vs MI

દિપક ચાહરે મુંબઈ ટીમને પહેલો ફટકો આપ્યો હતો અને તેણે ઓપનર બેટ્સમેન ડિકાકને 17 રને આઉટ કર્યો હતો. આ મેચ દ્વારા પદાર્પણ કરનાર અનમોલ પ્રીત સિંહે 16 રન બનાવ્યા અને ચાહરે તેને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ શાર્દુલ ઠાકુરે સૂર્યકુમાર યાદવને 3 રને કેચ આઉટ કરાવ્યો હતો. બ્રાવોએ ઇશાન કિશનને રૈનાના હાથે 11 રને આઉટ કર્યો હતો. આ મેચમાં કેપ્ટન પોલાર્ડ 15 રને રનઆઉટ થયો હતો, જ્યારે કૃણાલ પંડ્યા 4 રને રન આઉટ થયો હતો. મિલને 15 અને રાહુલ ચાહર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા હતા. સૌરવ તિવારીએ અણનમ 50 રનની ઈનિંગ રમી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. CSK માટે બ્રાવોએ ત્રણ, દીપક ચાહરે બે જ્યારે હેઝલવુડ અને શાર્દુલ ઠાકુરે એક -એક વિકેટ લીધી હતી.

CSK ની મુંબઈ સામે ખરાબ શરૂઆત થઈ હતી અને ઓપનર ડુપ્લેસીસ એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો હતો. તેને બોલ્ટે બોલ્ડ કર્યો હતો. ચેન્નઈને મોઈન અલીના રૂપમાં બીજો ફટકો મળ્યો, જે ખાતુ ખોલાવ્યા વગર જ એડમ મિલનેના બોલ પર સૌરભ તિવારીને કેચ આપી બેઠો હતો. અંબાતી રાયડુને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. એડમનો એક બોલ તેના હાથ પર લાગ્યો હતો.

સુરેશ રૈના ત્રીજી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો, જે 4 રન બનાવ્યા બાદ ટ્રેન્ટ બોલ્ટના બોલ પર રાહુલ ચાહરના હાથે કેચ આઉટ થયો હતો. ટીમની ચોથી વિકેટ કેપ્ટન ધોનીના રૂપમાં પડી, જે માત્ર 3 રન બનાવ્યા બાદ આઉટ થયો. ધોની મિલનેના બોલ પર કેચ આઉટ થયો હતો. CSK ની 5 મી વિકેટ જાડેજા તરીકે પડી અને તે બુમરાહના હાથે 26 રને આઉટ થયો. બ્રાવોએ 8 બોલમાં 23 રન બનાવ્યા હતા જ્યારે ઋતુરાજ ગાયકવાડ 88 રને અણનમ રહ્યો હતો.

English summary
CSK vs MI: Mumbai Indians fall to their knees against Dhoni, lose by 20 runs!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X