For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2014: ત્રીજા દિવસે ભારતે જીતેલા પદકની સંપૂર્ણ યાદી

|
Google Oneindia Gujarati News

ગ્લાસગો, 26 જુલાઇઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ શાનદાર રહ્યું છે. ભારતે શૂટિંગમાં બે પદક મેળવ્યા છે. વેટલિફ્ટિંગમાં એક મેડલ મેળવ્યું છે. શૂટિંગમાં મહિલા વર્ગમાં મલાયકા ગોયલે શાનદાર પ્રદર્શન કરતા 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં રજત પદક મેળવ્યું હતું જ્યારે બેઇજિંગ ઓલમ્પિક સૂવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રાએ ગ્લાસગો સીડબલ્યુજીમાં સૂવર્ણ મેડલ પર નિશાન તાક્યું હતું.

અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં સૂવર્ણ પદક જીત્યો છે, જ્યારે વેટલિફ્ટિંગમાં ભારતની સંતોષી માત્સાએ મહિલા 53 કેજી કેટેગરીમાં ત્રીજો ક્રમ હાંસલ કરીને કાસ્ય પદક જીત્યું હતું. આજે એટલે કે શનિવારે ભારત બેડમિન્ટન, મુક્કેબાજી, સાઇકલિંગ ટ્રેક, હોકી, જૂડો, લોન બોલ્સ સહિતની સ્પર્ધાઓમાં પોતનું કૌશલ બતાવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કોમનવેલ્થ ગેમ્સના ત્રણ દિવસમાં ભારતે કઇ કઇ રમતમાં પદક જીત્યા છે. આ સીડબલ્યુજીમાં ભારતના અત્યારસુધીમાં 10 પદક થઇ ગયા છે અને આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે.

અભિનવ બિન્દ્રા- સૂવર્ણ પદક

અભિનવ બિન્દ્રા- સૂવર્ણ પદક

અભિનવ બિન્દ્રાએ પુરુષ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં સૂવર્ણ પદક જીત્યો છે.

મલાઇકા ગોએલ- રજત પદક

મલાઇકા ગોએલ- રજત પદક

મલાઇકા ગોએલે મહિલા 10 મીટર એર પિસ્તલ શૂટિંગમાં રજત પદક જીત્યો છે.

સંતોષી માત્સા

સંતોષી માત્સા

સંતોષી માત્સાએ મહિલા 53 કિલો વેટલિફ્ટિંગ કેટેગરીમાં કાસ્ય પદક જીત્યો છે.

સંજિતા ચાનુ- સૂવર્ણ પદક

સંજિતા ચાનુ- સૂવર્ણ પદક

સંજિતા ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં સૂવર્ણ પદક જીત્યો છે.

સુખેન ડે- સૂવર્ણ પદક

સુખેન ડે- સૂવર્ણ પદક

સુખેન ડેએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજી કેટેગરીમાં સૂવર્ણ પદક જીત્યો છે.

એસ મિરબાઇ ચાનુ- રજત પદક

એસ મિરબાઇ ચાનુ- રજત પદક

એસ મિરબાઇ ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં રજત પદક જીત્યો છે.

નવજોત ચાના- રજત પદક

નવજોત ચાના- રજત પદક

નવજોત ચાનાએ પુરુષ જૂડો 60 કેજીમાં રજત પદક જીત્યો છે.

શુશિલા લિક્માદામ- રજત પદક

શુશિલા લિક્માદામ- રજત પદક

શુશિલા લિક્માદામે મહિલા જુડો 48 કેજીમાં રજત પદક જીત્યો છે.

કલ્પના થોડમ-કાસ્ય પદક

કલ્પના થોડમ-કાસ્ય પદક

કલ્પના થોડમે મહિલા જુડો 52 કેજીમાં કાસ્ય પદક જીત્યો છે.

ગણેશ માલી- કાસ્ય પદક

ગણેશ માલી- કાસ્ય પદક

ગણેશ માલીએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજીમાં કાસ્ય પદક જીત્યો છે.

English summary
It was a superb way to sign off from Commonwealth Games for India's Abhinav Bindra. He won his maiden individual gold medal at CWG, which was the highlight of India's campaign on Friday (July 25) in Glasgow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X