For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2018 : શ્રેયસીએ ભારતને અપાવ્યો વધુ એક સુવર્ણ પદક

કોમન વેલ્થ રમતોમાં ભારત તરફથી શ્રેયસી સિંહે ડબલ ટ્રેપ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યું છે. અત્યાર સુધીમાં ભારત કુલ 12 સુવર્ણ પદક જીતવામાં સફળ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસી સિંહે ગોલ્ડ જીતી લીધો છે. ગોલ્ડ કોસ્ટમાં રમાઇ રહેલા 21માં કોમનવેલ્થ ગેમ્સના 7માં દિવસે ભારતીય ખેલાડીઓ તેમનું ઉમદા પ્રદર્શન બતાવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં ભારત કુલ 12 સુવર્ણ પદક જીતવામાં સફળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શ્રેયસી સિંહે ડબલ ટ્રેપ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યું છે. જ્યારે અશબ અને અંકુર પુરુષ વર્ગમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. અન્ય રમતોમાં પણ ભારત સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેમ જોવા મળ્યું છે. બોક્સિંગમાં 45-48 કિગ્રા વજનમાં સેમીફાઇનલમાં એમસી મેરી કોમ શ્રીલંકાની અનુશા દિલરુક્શીને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. આમ મેરી કોમે પોતાના નામે એક મેડેલ તો પાક્કો કરી જ લીધો છે. ભારત બોક્સિંગમાં સારું પ્રદર્શન બતાવી રહ્યો છે.

cwg

પાંચ બોક્સર પોત પોતાના વર્ગમાં ભારત તરફથી સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. જો કે સરિતા દેવીથી પણ ભારતને સારી એવી આશા હતી. પણ ઓસ્ટ્રેલિયાના બોક્સથી તે હારી ગઇ જેના કારણે એક પદક મેળવવાની આશા ઓછી થઇ છે. ઉલ્લેખનીય છે કે 60 કિગ્રા વર્ગ ક્વાટરફાઇનલમાં સરિતા દેવી આગળ ના વધુ શકી અને તે ઓસ્ટ્રેલિયાના બોક્સરથી હારી હતી. બીજી તરફ પીંકિ રાણી પણ ક્વાટર ફાઇનલમાં ઉતરશે. જ્યારે પુરુષ વર્ગમાં ગૌરવ સોલંકી, વિકાસ કુષ્ણન અને મનીષ કૌશિક બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં જીતીને સેમીફાઇનલ તરફ આગળ વધ્યા છે.

English summary
CWG 2018: Shreyasi Singh clinches gold for India in womens double-trap
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X