DC vs RR: રાજસ્થાનને હરાવી દિલ્હી પ્લેઓફમાં, સેમસનની ઇનિંગ્સ ધોવાઈ!
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો તબક્કો યુએઇમાં રમાઇ રહ્યો છે, જેની 36 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીના મેદાન પર રમાઇ હતી.
નવી દિલ્હી. ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનો બીજો તબક્કો યુએઇમાં રમાઇ રહ્યો છે, જેની 36 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીના મેદાન પર રમાઇ હતી. અબુ ધાબીના મેદાન પર રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખતા આ સિઝનની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામેની હારનો બદલો લીધો અને IPL 2021 ના પ્લેઓફમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ બની છે. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે આ મેચમાં 154 રન બનાવ્યા હતા પરંતુ તેમના બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે રાજસ્થાનની ટીમને 121 રન સુધી રોકવામાં સફળ રહ્યા હતા અને મેચ 33 રને જીતી લીધી હતી.

આ જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમે ફરી એક વખત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બીજા સ્થાને પહોંચી છે. દિલ્હી કેપિટલ્સની ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં રમાયેલી 10 માંથી 8 મેચ જીતી છે અને 16 પોઇન્ટ મેળવ્યા છે અને લીગ તબક્કામાં હજુ 4 મેચો રમવાની બાકી છે, ટીં ટોપ 2 માં રહેવા માટે વધુમાં વધુ જીત મેળવવા પ્રયત્ન કરશે તે સ્વભાવિક છે.
અબુ ધાબી મેદાન પર રમાયેલી આ મેચમાં કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને સારી શરૂઆત કરતા દિલ્હી કેપિટલ્સના બંને ઓપનરોને માત્ર 21 રનમાં પરત મોકલ્યા હતા. દિલ્હી માટે શ્રેયસ અય્યર (43) અને ઋિષભ પંતે (24) ઇનિંગ સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી પરંતુ તે પછી રાજસ્થાનના બોલરોએ દિલ્હીને રોક્યુ હતું અને 20 ઓવરમાં 6 વિકેટે 154 ના સ્કોર પર ટીમને રોકી હતી.
જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 6 રનના સ્કોર પર આવેશ ખાને લિયામ લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો, જ્યારે આગલા બોલ પર નોરખીયાએ યશસ્વી જયસ્વાલની વિકેટ લઈને બીજો ફટકો આપ્યો હતો. રવિચંદ્રન અશ્વિને ડેવિડ મિલરને સ્ટમ્પ આઉટ કરાવ્યો અને તે બાદ રબાડાએ મહિપાલ લોમરોરની વિકેટ લીધી હતી. અક્ષરે રિયાન પરાગને બોલ્ડ કર્યો અને નોરખીયાએ તેવટિયાની વિકેટ લીધી.
રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસને કેપ્ટન ઇનિંગ રમી અડધી સદી ફટકારી 70 રન ફટકાર્યા હતા. પરંતુ બીજા છેડેથી કોઈ બેટ્સમેન ન ટકતા ટીમ જીતવામાં નિષ્ફળ રહી હતી. રાજસ્થાન માટે માત્ર 2 ખેલાડીઓ ડબલ ફિગર પાર કરી શક્યા હતા, જેમાં સંજુ સેમસન ઉપરાંત મહિપાલ લોમર (19) નો સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સની ટીમે તેમના બોલરોની તાકાત પર સરળતાથી વિજય મેળવ્યો હતો.












Click it and Unblock the Notifications
