For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણઃ પંકજ સિંહે બનાવ્યો અનિચ્છિનિય રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન, 31 જુલાઇઃ ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતના ઝડપી બોલર પંકજ સિંહે એક અનોખો અને અનિચ્છિનિય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ પહેલા ઇનફોર્મ બોલર ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને રાજસ્થાનના 29 વર્ષિય બોલર પંકજ સિંહને તક આપવામાં આવી હતી, જોકે તે ટીમની આશા પર ખરો ઉતરવામાં નિષ્ફળ રહ્યો હતો. આ સાથે જ તેણે પોતાની પર્દાર્પણ મેચમાં વિકેટ નહીં લેવાનો અને અઢળક રન રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ટેસ્ટ ક્રિકેટનું સૌથી ખરાબ પર્દાર્પણ પ્રદર્શન કરતા પંકજ સિંહે 179 રન આપીને એક પણ વિકેટ લીધી નહોતી. પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનનના સોહેલ ખાનના નામે હતો, જેમણે 164 રન આપીને એકપણ વિકેટ લીધી નહોતી. પંકજ સિંહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તેણે 77 મેચોમાં 300 વિકેટ ઝડપી હતી. તેમજ તેણે 2010માં ભારત માટે એક વનડે પણ રમી છે.

આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી-ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ
આ પણ વાંચોઃ- ‘નિરાશ' ઝહીર ખાનને આ વાતનો છે રંજ

બની શકત કે પંકજ સિંહ આ રેકોર્ડને પોતાના દૂર રાખી શક્યો હોત પરંતુ રવિન્દ્ર જાડેજાએ એલિસ્ટર કૂકનો કેચ સ્લિપમાં છોડી દીધો હતો અને તેના કારણે પંકજ સિંહને પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ વિકેટ મળી નહોતી. ત્યારબાદ પ્રથમ ઇનિંગ અને બીજી ઇનિંગમાં પંકજ સિંહ વિકેટ મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે પહેલી ઇનિંગમાં 37 ઓવર નાંખીને 146 રન આપ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 10 ઓવરમાં તેણે 33 રન આપ્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે પંકજ સિંહ સિવાય કોણે આવો અનિચ્છનિય રેકોર્ડ બનાવ્યો છે.

પંકજ સિંહ

પંકજ સિંહ

0/179 (47 ઓવર) - પંકજ સિંહ વિ. ઇંગ્લેન્ડ, સાઉથમ્પટન(2014)

સોહેલ ખાન(પાકિસ્તાન)

સોહેલ ખાન(પાકિસ્તાન)

0/164 (27 ઓવર) - સોહેલ ખાન(પાકિસ્તાન) વિ. શ્રીલંકા, કરાચી(2009)

આકિબ જાવેદ(પાકિસ્તાન)

આકિબ જાવેદ(પાકિસ્તાન)

0/160 (47 ઓવર) - આકિબ જાવેદ(પાકિસ્તાન) વિ. ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન(1989)

બ્રેયસ મેક્ગેઇન(ઓસ્ટ્રેલિયા)

બ્રેયસ મેક્ગેઇન(ઓસ્ટ્રેલિયા)

0/149 (18 ઓવર) - બ્રેયસ મેક્ગેઇન(ઓસ્ટ્રેલિયા) વિ. સાઉથ આફ્રિકા, કેપટાઉન(2009)

જ્હોન વૉર(ઇંગ્લેન્ડ)

જ્હોન વૉર(ઇંગ્લેન્ડ)

0/142 (36 ઓવર) - જ્હોન વૉર(ઇંગ્લેન્ડ) વિ. ઓસ્ટ્રેલિયા, સિડની(1951)

English summary
India paceman Pankaj Singh has claimed an unwanted record in his debut against England here on the fourth day of the third Test on Wednesday (July 30).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X