For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી-ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન, 30 જુલાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસનો ખેલ ખતમ થયો ત્યા સુધી ભારતે આઠ વિકેટ ગુમાવીને 328 રન બનાવી લીધા છે અને ઇંગ્લેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં બનાવેલા રનથી ભારત હજુ 246 રન પાછળ છે. આ સાથે જ ભારત પર ફોલઓનનું જોખમ પણ છે, ભારત ચોથા દિવસે પહેલા ફોલઓનથી બચવા માટે પ્રયાસ કરશે, ભારતે આ માટે હજુ 46 રનની જરૂર છે.

ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ સમી મેદાનમાં છે. ધોની 54 રન સાથે તથા સમી 4 રન સાથે મેદાનમાં છે. ભારતીય બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ભારત તરફથી મુરલી વિજયે 35, શિખર ધવન 6, ચેતેશ્વર પૂજારા 24, વિરાટ કોહલી 39, અજિંક્ય રહાણે 39, રોહિત શર્મા 28, રવિન્દ્ર જાડેજા 31, ભુવનેશ્વર કુમાર 19 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસન અને બ્રોડે 3-3 વિકેટ લીધી છે, જ્યારે મોઇન અલીએ બે વિકેટ લીધી છે. તો ચાલો આ મેચ સાથે જોડાયલી કેટલીક રસપ્રદ વાતો પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટના બીજા દિવસ સાથે જોડાયેલી રસપ્રદ વાતો
આ પણ વાંચોઃ- ‘સેવા ગાઝા' કહેવું ભારે પડ્યું આ ઇંગ્લિશ બેટ્સમેનને

ભારત પર ફોલઓનનું જોખમ

ભારત પર ફોલઓનનું જોખમ

ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ત્રીજી ટેસ્ટમાં દયનિય રહ્યું છે, પહેલા બોલર્સ અને હવે બેટ્સમેન પોતાની પ્રતિભાનુસાર પ્રદર્શન કરી શક્યા નથી જેના કારણે ભારત પર ફોલઓનનું જોખમ સેવાઇ રહ્યું છે. ભારતને ફોલઓનથી બચવા માટે ચોથા દિવસે 46 રનની જરૂર છે.

ઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી

ઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી

આ સાથે ધોનીએ પણ એક રેકોર્ડ બનાવી નાખ્યો છે. ધોની એક એવો ખેલાડી બની ગયો છેકે જેણે કોઇપણ વિરોધી ટીમ સામે સદી ફટકાર્યા વગર 10 અડધી સદી ફટકારી છે. ધોનીએ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી લગાવી છે.

નવમાં ક્રમે સૌથી વધુ બોલનો સામનો

નવમાં ક્રમે સૌથી વધુ બોલનો સામનો

આ ટેસ્ટ મેચ સાથે ભુવનેશ્વર કુમારે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ભુવનેશ્વર કુમાર નવમા ક્રમે બેટિંગ કરતા સૌથી વધુ બોલનો સામનો કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. ભુવનેશ્વર કુમારે પાંચ ઇનિંગમાં 228 રન બનાવવા માટે 477 બોલનો સામનો કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના સક્લેન મુસ્તાકના નામે હતો, તેમણે 2 ઇનિંગમાં 447 બોલનો સામનો કરીને 94 રન બનાવ્યા છે.

આઠમાંથી પાંચ ખેલાડી 40ની અંદર આઉટ

આઠમાંથી પાંચ ખેલાડી 40ની અંદર આઉટ

ત્રીજી ટેસ્ટ સાથે જોડાયેલા રસપ્રદ અનુસાર ટેસ્ટ ક્રિકેટમાં આ 10મી વાર બન્યુ છેકે ભારતના ટોપ 8 બેટ્સમેનમાંથી પાંચ બેટ્સમેન 20થી 40ની વચ્ચે જ સ્કોર બનાવી શક્યા છે.

ધવન- વિરાટ કોહલી ફરી નિષ્ફળ

ધવન- વિરાટ કોહલી ફરી નિષ્ફળ

ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને મધ્યમ હરોડના બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પ્રતિભા અનુસાર બેટિંગ કરવામાં નિષ્ફળ ગયા હતા. શિખર ધવન 6 રન પર જ્યારે વિરાટ કોહલી 39 રન પર આઉટ થયો હતો.

રોહિત શર્મા તકનો લાભ ન ઉઠાવી શક્યો

રોહિત શર્મા તકનો લાભ ન ઉઠાવી શક્યો

રોહિત શર્માને સાઉથેમ્પટન ટેસ્ટ ખાતે પોતાની પ્રતિભાને ફરીથી સાબિત કરવાની તક મળી હતી, પરંતુ તે આ તકને અવસરમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 61 બોલનો સામનો કરીને 3 ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ

ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવીને 569 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કૂક 95, રોબસન 26, બેલેન્સ 156, બેલ 167, રૂટ 3, અલી 12, બટલર 85 અને વોએક્સે 7 રન બનાવ્યા હતા. બીજી તરફ ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ જ્યારે જાડેજાએ બે વિકેટ લીધી હતી, ઉપરાંત રોહિત શર્મા અને સમીએ એક-એક વિકેટ લીધી હતી.

English summary
India still needed 47 runs to avoid the embarrrassment of a follow-on after pathetic shot selection by some of the top-order batsmen, which allowed England to tighten their grip on the third Test here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X