‘સેવા ગાઝા’ કહેવું ભારે પડ્યું આ ઇંગ્લિશ બેટ્સમેનને
સાઉથમ્પટન, 29 જુલાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડના બેટ્મેસન મોઇન અલીએ હાથમાં ‘સેવ ગાઝા' અને ‘ફ્રી પેલેસ્ટાઇન' લખેલી વ્રિસ્ટબેન્ડ્સ બાંધી હતી. જે અંગેની જાણ આઇસીસીને થતાં આઇસીસી દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે અને મોઇન અલી પર આ પ્રકારની વ્રિસ્ટબેન્ડ્સ પહેરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. ઇઝરાયલ સાથે થયેલી લડાઇના અસરગ્રસ્તોની મદદ અર્થે મોઇન અલીએ આ પ્રકારની વ્રિસ્ટબેન્ડ્સ હાથમાં બાંધી હતી.
તેણે આ પ્રકારની વ્રિસ્ટબેન્ડ્સ સાઉથમ્પટન ખાતે રમાઇ રહેલી ભારત સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પહેરી હતી. જેની આઇસીસીએ ગંભીરતાથી નોંધ લીધી છે અને બની શકે છેકે આઇસીસી મોઇન ખાન સામે કડક પગલા પણ ભરી શકે છે.
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટના બીજા દિવસ સાથે જોડાયેલી રસપ્રદ વાતો
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ધોની-કૂકે બનાવ્યો આ રેકોર્ડ
આ પણ વાંચોઃ- જાણો, જાડેજાની કઇ વાતની ઇંગ્લેન્ડ સુકાની કૂકે લીધી હતી નોંધ
આઇસીસીની આચારસંહિતા અનુસાર કોઇ પણ ખેલાડી અથવા અધિકારીને જ્યાં સુધી મંજૂરી ના મળે ત્યાં સુધી અન્ય રમત સંબંધિત અથવા તો અન્ય બાબતોનો સંદેશ આપતી આર્મ બેન્ડ્સ અથવા તો કપડા પહેરવાની મનાઇ હોય છે. તેમજ રાજકીય, ધાર્મિક અથવા જાતિય ગતિવિધિઓ સાથે જોડેલા સંદેશ આપવાની સખત મનાઇ હોય છે.

ઇસીબી ઉતર્યું બચાવમાં
બીજી તરફ ઇસીબી મોઇન અલીના બચાવમાં ઉતર્યું છે. ડેવિડ બૂન દ્વારા જ્યારે મોઇને આ રિસ્ટબેન્ડ ઉતારવા અને ફરીથી નહીં પહેરવા જણાવ્યું ત્યારે ઇસીબીએ કહ્યું છેકે મોઇને કંઇ જ ખોટું કર્યું નથી.

શું કહે છે આઇસીસી
આઇસીસીએ કહ્યું છેકે આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન આ પ્રકારની વસ્તુઓ પહેરવી કે જેમાં કોઇ રાજકીય, ધાર્મિક અથવા જાતીય સંદેશ હોય તે આચારસંહિતાનું ઉલ્લંઘન છે અને તેને પહેરવા પર પ્રતિબંધ છે.

શું કહ્યું મેચ રેફરીએ
મેચ રેફરીએ મોઇન અલીને કહ્યું કે, જો તે કોઇપણ પ્રકારનો સંદેશો આપવા માગતો હોય તો તે મેચ દરમિયાન આ પ્રકારની વસ્તું ના પહેરે અને ઓફ ફિલ્ડ તેનો પ્રચાર કરે. મેચ દરમિયાન મેદાનમાં આ પ્રકારની વસ્તુઓ પહેરવાની મનાઇ છે અને આંતરરાષ્ટ્રીય મેચોમાં તેના પર પ્રતિબંધ લગાવેલો છે.

આઇસીસીએ લગાવ્યો પ્રતિબંધ
આઇસીસીએ આ રિસ્ટબેન્ડ્સને આચારસંહિતાનું ઉલ્લંઘન સમજી આ પ્રકારની કોઇપણ રિસ્ટબેન્ડ પહેરવા પર પ્રતિબંધ લાગવ્યો છે. બની શકે છેકે મોઇન અલી વિરુદ્ધ કડક પગલાં પણ આઇસીસી ભરી શકે છે.