For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથમ્પટન ટેસ્ટઃ ધોની-કૂકે બનાવ્યો આ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ રમાઇ રહી છે. જેમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કર્યું છે. બીજા દિવસની રમત શરૂ થઇ ગઇ છે અને ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 301 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ તરફથી એલિસ્ટર કૂકે ફોર્મ પરત મેળવતા 95 રનની ઇનિંગ રમી તો બીજી તરફ બેલેન્સ 134 રન સાથે રમતમાં છે અને તેનો સાથ શાનદાર રીતે ઇયાન બેલ આપી રહ્યો છે. ઇયાન બેલ 40 રન સાથે રમતમાં છે.

આ પહેલા પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવીને 247 રન બનાવી લીધા હતા. ભારતીય બોલિંગની વાત કરવામાં આવે તો લોર્ડ્સ ટેસ્ટમાં જે પ્રકારની બોલિંગ ભારતીય બોલર્સ દ્વારા કરવામાં આવી હતી, તેવી બોલિંગ આ ટેસ્ટમાં જોવા મળી રહી નથી. પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા પંકજ સિંહે પણ કોઇ ખાસ પ્રતિભા દર્શાવી નથી. તેમ છતાં પહેલા દિવસની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની અને કૂક સહિત પકંજ સિંહ અને ગેરી બેલેન્સે કેટલાક રેકોર્ડ બનાવ્યા છે. તો ચાલો તસવીરો થકી આ રેકોર્ડ પર એક નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- જાણો, જાડેજાની કઇ વાતની ઇંગ્લેન્ડ સુકાની કૂકે લીધી હતી નોંધ
આ પણ વાંચોઃ- જાડેજા-એન્ડરસન વિવાદઃ ધોની-કૂકને આઇસીસીની અપીલ

ધોનીનો સુકાની તરીકે અનોખો રેકોર્ડ

ધોનીનો સુકાની તરીકે અનોખો રેકોર્ડ

ધોનીએ બનાવેલા અનોખા રેકોર્ડ અંગે વાત કરવામાં આવે તો ધોની ઇંગ્લેન્ડમાં પોતાની કારકિર્દીની સાતમી ટેસ્ટ મેચમાં નેતૃત્વ કરી રહ્યો છે. આ પહેલા એકપણ ભારતીય સુકાની ઇંગ્લેન્ડમાં છ કરતા વધારે ટેસ્ટમાં સુકાની રહી શક્યો નથી. ધોની પહેલા અજીત વાડેકર અને મોહમ્મદ અઝહરુદ્દિને છ-છ ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું જ્યારે સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડમાં ચાર મેચોમાં નેતૃત્વ કર્યું હતું.

પંકજ સિંહઃ સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર

પંકજ સિંહઃ સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર

ઇશાંત શર્માને ઇજા પહોંચતા પંકજ સિંહને કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. પંકજ ભારત તરફથી ટેસ્ટમાં પર્દાર્પણ કરનાર સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર બની ગયા છે. પંકજે ડોમેસ્ટિક ક્રિકેટમાં 300 વિકેટ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ વિનય કુમારના નામે હતો.

ટેસ્ટમાં સૌથી વધુ રન કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી

ટેસ્ટમાં સૌથી વધુ રન કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી

એલિસ્ટર કૂકે ભારત સામેની ત્રીજી મેચમાં 95 રનની ઇનિંગ રમીને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. આ વર્ષનું આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમજ 35 ટેસ્ટ ઇનિંગમાં પહેલીવાર એવું બન્યું છેકે કૂકે 200 કરતા વધારે બોલનો સામનો કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 8257 રન બનાવ્યા છે. તેણે કેવિન પીટરસન અને ડેવિડ ગોવરને પાછળ છોડી દીધા છે અને હવે કૂકની આગળ ગ્રાહમ ગૂચ અને એલક સ્ટીવર્ટ છે.

ગેરી બેલેન્સ

ગેરી બેલેન્સ

ગેરી બેલેન્સની વાત કરવામાં આવે છે. બેલેન્સે ત્રીજી ટેસ્ટમાં 104 રન ફટકાર્યા છે. હાલ ચાલી રહેલી શ્રેણીમાં આ તેની બીજી સદી છે. રનની વાત કરવામાં આવે તો આ શ્રેણીમાં તેના 312 રન છે અને તે ભારતના મુરલી વિજય(317) પછી બીજા ક્રમે છે. આ પાંચમીવાર છેકે બેલેન્સે 50 કરતા વધારે રન બનવ્યાછે. ઇંગ્લેન્ડ ટીમના ક્રિકેટરોની યાદીમાં 25 વર્ષની ઉમર પહેલા 50 કરતા વધારેનો સ્કોર બનાવનારાઓની યાદીમાં તે પાંચમા ક્રમે આવે છે.

English summary
Southampton test dhoni and cook made records.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X