For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાડેજા-એન્ડરસન વિવાદઃ ધોની-કૂકને આઇસીસીની અપીલ

|
Google Oneindia Gujarati News

દુબઇ, 28 જુલાઇઃ રવિન્દ્ર જાડેજા અને જેમ્સ એન્ડરસન વચ્ચે થયેલા વિવાદને લઇને ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની તથા ઇંગ્લેન્ડના સુકાની એલિસ્ટર કૂક દ્વારા ટીકાત્મક નિવેદનો કરવામાં આવ્યા હતા, જેને લઇને આઇસીસીએ બન્ને ટીમોના સુકાનીઓને ન્યાયિક પ્રક્રિયાઓનું સન્માન કરવા જણાવ્યું છે.

નોંધનીય છેકે, આઇસીસી દ્વારા જાડેજામાં મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો હતો. ત્રીજી ટેસ્ટ શરૂ થઇ તે પૂર્વે ધોનીએ કહ્યું હતું કે આઇસીસી મેચ રેફરી ડેવિડ બૂને લેવલ એકના ગુના માટે જાડેજા પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો છે. જેમાં અનેક એવી બાબતો છે જેને નજર અંદાજ કરવામાં આવી છે.

જેને લને આઇસીસીએ અપીલ કરી છેકે બન્ને દેશની ટીમો ટ્રેન્ટ બ્રિજમાં જે ઘટના ઘટી છે તેને લઇને જે પ્રકારની ન્યાયિક પ્રક્રિયા થઇ રહી છે, તેનો આદર કરે. આ ઘટનામાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ક્રિકેટર જેમ્સ એન્ડરસન વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ધોની અને કૂક કરી રહ્યાં છે અનાદર

ધોની અને કૂક કરી રહ્યાં છે અનાદર

આઇસીસી ચીફ એક્ઝિક્યૂટિવ ડેવિડ રિચાર્ડસને ટિપ્પણી કરી છેકે ધોની અને કૂક આઇસીસીની શિસ્તતા પ્રણાલીનો અનાદર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ઇંગ્લેન્ડના સુકાની એલિસ્ટર કૂક અને ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ટ્રેન્ટ બ્રિજમાં જે થયું તેને લઇને ટિપ્પણી કરવામાં આવી છે. જે આઇસીસીની શિસ્તતા પ્રણાલીનો અનાદર છે.

ડેવિડ બૂનના નિર્ણયને આઇસીસીનું સમર્થન

ડેવિડ બૂનના નિર્ણયને આઇસીસીનું સમર્થન

ડેવિડ રિચાર્ડસને કહ્યું કે આઇસીસી દ્વારા આ દરમિયાન અપનાવવામાં આવેલી પ્રક્રિયાને પૂર્ણ સમર્થનની વાત દહોરાવી રહ્યો છું અને બૂન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો, તેનું સન્માન કરું છું. ડેવિડ બૂન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેને આઇસીસી ફૂલ સપોર્ટ કરે છે અને બૂને જે નિર્ણય લીધો છે તેનાથી સંતૂષ્ઠ છીએ.

જાડેજાને દંડ થતાં નારાજ બીસીસીએ વકીલ નિમ્યો

જાડેજાને દંડ થતાં નારાજ બીસીસીએ વકીલ નિમ્યો

રવિન્દ્ર જાડેજાને લેવલ એક હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે, જેનાથી ભારતીય ક્રિકેટ ટીમ અને બીસીસીઆઇ ઘણું જ નારાજ છે, જોકે જાડેજા દ્વારા પોતાને જે દંડ ફટકારવામાં આવ્યો છે, તેની સામે અપીલ કરી નથી, પરંતુ બીસીસીઆઇ દ્વારા જાડેજા તરફથી દંડ સામે અપીલ કરવા માટે એક વકીલની નિમણૂક કરવામાં આવી છે.

આવતા શુક્રવારે એન્ડરસન વિરુદ્ધ સુનાવણી

આવતા શુક્રવારે એન્ડરસન વિરુદ્ધ સુનાવણી

ટ્રેન્ટ બ્રિજમાં જે વિવાદિત ઘટના ઘટી હતી, તેને લઇને શુક્રવારે ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન વિરુદ્ધ સુનાવણી હાથ ધરવામાં આવશે. એન્ડરસન પર આરોપ છેકે તેણે રવિન્દ્ર જાડેજાને ધક્કો માર્યો હતો અને તેના વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા. જેને લઇને એન્ડરસન સામે લેવલ ત્રણ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે, જો એન્ડરસન દોષી ઠરશે તો તેના પર ત્રણ મેચનો પ્રતિબંધ લાગી શકે છે.

English summary
Stung by criticisms from Mahendra Singh Dhoni and Alastair Cook on the Ravindra Jadeja-James Anderson row, the International Cricket Council (ICC) has requested both the Indian and England skippers to show restraint and have respect in the judicial process that went into the alleged altercation during the first Test in Nottingham.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X