For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીની બાઇક મસ્તીથી રાંચી પોલીસ પરેશાન

|
Google Oneindia Gujarati News

રાંચી, 17 સપ્ટેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પોતાના રાજ્ય ઝારખંડની રાજધાની રાંચીમાં છેલ્લા બે અઠવાડિયાથી આરામ કરી રહ્યાં છે, પરંતુ આ દરમિયાન તે બાઇક લઇને શહેરના વિભિન્ન વિસ્તારોમાં ફરી રહ્યાં છે. તેનાથી ત્યાંની સ્થાનિક પોલીસ અને પ્રશાસનને પરસેવો છૂટી ગયો છે. હવે પરેશાન થઇને પ્રશાસને ધોનીને પોતાના કાર્યક્રમની સંપૂર્ણ સૂચના પોલીસને આપવાનો અનુરોધ કર્યો છે.

રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સાકેત કુમાર સિંહે જણાવ્યું કે, ધોનીને અનુરોધ કરવામાં આવ્યો છે કે, તે તેમના કાર્યક્રમોની પૂર્વ સૂચના પોલીસને જરૂરથી આપે, જેથી જરૂરી પોલીસ સુરક્ષા પ્રદાન કરી શકાય.

dhoni-bike
તેમણે કહ્યું કે, ધોનીને બાઇકની સવારી કરતા કોઇ નહીં અટકાવે અને ના તો તેને ક્યાંક જતા આવતા અટકાવવામાં આવશે, પરંતુ જ્યાં પણ તેઓ જશે ત્યાં સુરક્ષિત વ્યવસ્થા તો અવશ્ય કરવામાં આવશે, આ અમારું કર્તવ્ય છે. રાંચીમાં ચેમ્પિયન્સ લીગ ક્રિકેટની પહેલી ટી-20 મેચ 22 સપ્ટેમ્બરે રમાશે અને તેમા ટાઇટંસ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સનું નેતૃત્વ ધોની પોતાના ગૃહ મેદાન પર કરશે.

ધોની ગયા અઠવાડિયાથી ખભા પર બેગ લટકાવી, હેલમેટ પહેરી પોતાની બાઇક સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યાં છે. શહેરના અનેક વિસ્તારોમાં તેમની આ મસ્તીના ચર્ચા છે. અનેકવાર તો ધોની આવી જ રીતે ઝારખંડ ક્રિકેટ સંઘના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી ગયા અને ત્યાં અભ્યાસ કર્યો. આ ઉપરાંત તે બિરસા ફૂટબોલ સ્ટેડિયમ અને અન્ય અનેક મેદાનો પર રમી રહેલા ખેલાડીઓ, ફૂટબોલરો અને તીરંદાજોને પણ મળ્યા અને તેમની સાથે રમ્યા પણ. ધોની સોમવારે પણ ક્રિકેટ સ્ટેડિયમ પોતાની બાઇક પર જ ગયા પરંતુ ત્યાંથી તેમને ગાડીમાં પોલીસની સુરક્ષા વચ્ચે ઘરે પરત લાવવામાં આવ્યા.

English summary
Mahendra Singh Dhoni’s early morning bike rides have sent the local police into a tizzy. They have been forced to request the family of the India skipper to inform them about his rides.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X