ધોનીના મિત્ર તથા હેલિકોપ્ટર શોટના જનક સંતોષલાલનું મોત
નવી દિલ્હી, 17 જુલાઇ: ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અંગત મિત્ર અને હેલિકોપ્ટર શોટના જનક સંતોષલાલનું બુધવારે નિધન થઇ ગયું છે. તેમને જણાવ્યું હતું કે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોની પોતાના આ મિત્રની દરેક પ્રકારે મદદ કરી રહ્યાં હતા. સંતોષલાલને મંગળવારે બેભાન અવસ્થામાં સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યા હતા. સંતોષલાલ સ્વાદુપિંડ સંબંધિત બિમારીથી પીડાતા હતા.
ધોનીના મિત્ર અને પૂર્વ ટ્રેનર ચચંલ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગંભીર રીતે બિમાર પોતાના બાળપણના મિત્ર સંતોષલાલના ખબર અંતર પૂછ્યા હતા અને તેમની સારવાર માટે દરેક પ્રકારની મદદ કરી હતી.

સંતોષલાલને ગંભીર હાલતમાં એમ્બુલન્સના માધ્યમથી દિલ્હીની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત સંતોષલાલના અન્ય મિત્રો મદદ માટે આગળ આવ્યા હતા અને બધાએ એકઠા થઇને સંતોષલાલની સારવાર માટે ધન એકત્રિત કર્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોનીએ સંતોષ સાથે રણજી ટ્રોફીની મેચ રહ્યાં હતા અને તેમને કહ્યું હતું કે તેમને પોતાના પ્રસિદ્ધ હેલિકોપ્ટર શોટ સંતોષલાલ પાસેથી રણજી ટ્રોફી રમતી વખતે શીખ્યો હતો.












Click it and Unblock the Notifications
