For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ENG vs AUS : સચિનનો મોટો રેકોર્ડ તુટ્યો, જો રૂટે ગાવસ્કરને પણ પાછળ છોડ્યા!

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એશિઝની બીજી ટેસ્ટમાં પ્રથમ દાવ દરમિયાન 62 રન બનાવ્યા હતા. આ સાથે રૂટે ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. રૂટે એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. રૂટે આ વર્ષે 1600થી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. બીજી તરફ સચિને કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ 1562 ટેસ્ટ રન બનાવ્યા છે. આ સિવાય રૂટે સુનીલ ગાવસ્કરને પણ પાછળ છોડી દીધા છે, જેમણે એક વર્ષમાં સૌથી વધુ 1555 રન બનાવ્યા હતા.

Joe Root

2010માં સચિને 14 મેચની 23 ઇનિંગ્સમાં 1562 રન બનાવ્યા હતા, જેમાં 7 સદી અને 5 અડધી સદી સામેલ હતી. બીજી તરફ રૂટે અત્યાર સુધી 14 મેચની 26 ઇનિંગ્સમાં 1606 રન બનાવ્યા છે. તેણે 6 સદી અને 3 અડધી સદી ફટકારી છે. હવે રૂટ પાસે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રીમ સ્મિથને પાછળ છોડવાની તક છે, જેને 2008માં 1656 રન બનાવ્યા હતા.

રૂટે અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન બનાવવા મામલે ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનને પાછળ છોડી દીધો હતો. માઈકલ વોને 2002માં 1481 ટેસ્ટ રન બનાવ્યા હતા. પરંતુ હવે રૂટ એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન પણ બની ગયો છે.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રનની યાદીમાં ભૂતપૂર્વ પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ યુસુફ ટોપ પર છે, તેને 2006માં માત્ર 11 ટેસ્ટમાં 99.33ની એવરેજથી 1788 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના મહાન વિવ રિચર્ડ્સ 1976માં 11 ટેસ્ટમાં 90.00ની સરેરાશથી 1710 રન સાથે બીજા ક્રમે છે. સુનિલ ગાવસ્કર અને તેંડુલકર અનુક્રમે 1555 રન (1979) અને 1562 રન (2010) સાથે સાતમા અને છઠ્ઠા ક્રમે છે. જ્યારે રૂટ હવે ચોથા સ્થાને છે, પરંતુ આ વર્ષના અંત પહેલા તેને બીજી મેચ રમવા મળશે, જેમાં જો તે રન બનાવશે તો તે મોહમ્મદ યુસુફનો રેકોર્ડ પણ તોડી શકે છે. ઉલ્લેખનિય છે કે આ સિવાય પણ સચિનના નામે હજુ ઘણા મોટા રેકોર્ડ અકબંધ છે. જે ક્યારે તુટે તે જોવાનું રહેશે.

English summary
ENG vs AUS: Sachin's big record broken, Root leaves Gavaskar behind!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X