ENG vs NZ : ઈંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડની ધમાકેદાર શરૂઆત, કોનવે-રવિન્દ્રની શાનદાર સદી
વન ડે ક્રિકેટ વર્લ્ડ કપના પહેલા મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હાર આપીને ન્યૂઝીલેન્ડે શાનદાર શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડે પહેલા મુકાબલાને 9 વિકેટે જીતી લીધો છે.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડના બોલરો સામે ફિક્કી સાબિત થઈ. ઈંગ્લેન્ડના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન ન કરી શકતા જો રૂડની 77 રનની ઈનિંગ્સ સાથે 282 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી.

ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી 77 રનની ઈંનિંગ્સ રમી. આ સિવાય જોશ બટલરે 44 રનની ઈંનિગ્સ સામે ટીમને 282 સુધી પહોંચાડી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી.
આ પછી રન બનાવવા ઉતરેલી ન્યૂઝીલેન્ડને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો અને ઓપનર વિલ યંગ ઝીરો રને જ પેવેલિયન પરત ફર્યો. જો કે આ પછી યુવા બેટ્સમેન સાથે મળીને ડ્વેન કોનવેએ મેદાન પર છક્કા ચૌકાનો વરસાદ કર્યો અને ટીમને જીત અપાવીને જ બન્ને પરત ફર્યા.
અહીં ડ્વેન કોનવે અને રચીન રવિન્દ્રએ શાનદાર ઈનિંગ્સ રમી અને અનુક્રમે 152 અને 123 રનની ધમારેદાર ઈનિંગ્સ રમીને ટીમને આસાન જીત અપાવી દીધી.












Click it and Unblock the Notifications
