For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિચર્ડ્સના રેકોર્ડની બરાબરી આતો માત્ર શરૂઆત છે: વિરાટ કોહલી

|
Google Oneindia Gujarati News

કોચ્ચિ, 22 નવેમ્બર: એકદિવસીય ક્રિકેટમાં ભારતના નવા રનમેન બની ચૂકેલા વિરાટ કોહલીએ વન ડેમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરવામાં વિઝડનના સર્વશ્રેષ્ઠ વનડે બેસ્ટમેન વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે કોચ્ચિ ખાતે વેસ્ટઇન્ડિઝ સામેની પોતાની પ્રથમ વનડે મેચમાં શાનદાર વિજય મેળવી લીધો છે. વિરાટ કોહલીને આ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વિશ્વના નંબર વન વનડે બેટ્સમેન વિરાટે આ ઉપલબ્ધિ વેસ્ટઇન્ડિઝની વિરૂધ્ધ જ પ્રથમ વનડેમાં પોતાની પારીનો 81મો રન બનાવવાની સાથે હાસલ કરી લીધી. તેમણે છગ્ગો લગાવીને વનડેમાં 5000 રનોનો આંકડો પાર કરી લીધો.

વિવિયન રિચર્ડ્સે એકદિવસીય ક્રિકેટમાં 5000 રન 126 મેચોની 114 પારીઓમાં પૂરા કર્યા હતા. વિરાટે જોકે રિચર્ડ્સ અંગે 114 પારીઓ ખેલી પરંતુ તેઓ મેચોના મામલે રિચર્ડ્સ કરતા ઘણા આગળ રહ્યા. વિરાટ પોતાની 120મી મેચમાં આ સિદ્ધિ પર પહોંચ્યા.

પોતાની વનડે કરિયરમાં અત્યાર સુધી 17 સદીઓ ફટકારી ચૂકેલા વિરાટે પૂર્વ ભારતીય કપ્તાન સૌરભ ગાંગૂલીને પણ પાછળ રાખી દીધો. ગાંગૂલીના નામે આ પહેલા 131 મેચોની 126 પારીઓમાં 5000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હાલના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 152 મેચોમાં 135 પારીઓમાં, ગૌતમ ગંભીરે 139 મેચોમાં 135 પારીઓમાં અને વનડેમાં સર્વાધિક રનો અને સદીઓનો વિશ્વ રેકોર્ડધારી સચિન તેંડુલકરે 145 મેચોમાં 138 પારીઓમાં 5000 વનડે રન પૂરા કર્યા હતા.

રિચર્ડ્સ બાદ વેસ્ટઇન્ડિઝના બ્રાયન લારાએ 118 પારીઓમાં, તેમના હમવતન ગાર્ડન ગ્રીનિઝે 121 પારીઓમાં અને વિરાટ બાદ વનડે રેંકિંગમાં બીજા નંબર પર ચાલી રહેલા દક્ષિણ આફ્રિકાના એબી ડીવિલિયર્સે 124 પારીઓમાં 5000 રન પૂરા કર્યા હતા.

વિરાટ હાલના સત્રમાં 1000 રન પૂરા કરનાર પાંચમાં બેટ્સમેન બની ગયા છે. રોહિત શર્મા આ સૂચિમાં 1143 રનોની સાથે સૌથી આગળ છે. પાકિસ્તાનના મિસ્બાહ ઉલ હક(1119), ઓસ્ટ્રેલિયાના જોર્જ બૈલી (1098 રન) અને શ્રીલંકાના કુમાર સંગાકારા (1033) આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અન્ય બેટ્સમેન છે. શિખર ધવન (996 રન) હજારના આંકડાને વટાવવામાં માત્ર 4 રન પાછળ છે.

વિરાટની બેંટિંગ જુઓ તસવીરોમાં...

વિરાટે તોડ્યો રિચર્ડ્સનો રેકોર્ડ

વિરાટે તોડ્યો રિચર્ડ્સનો રેકોર્ડ

એકદિવસીય ક્રિકેટમાં ભારતના નવા રનમેન બની ચૂકેલા વિરાટ કોહલીએ વન ડેમાં સૌથી ઝડપી 5000 રન પૂરા કરવામાં વિઝડનના સર્વશ્રેષ્ઠ વનડે બેસ્ટમેન વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે કોચ્ચિ ખાતે વેસ્ટઇન્ડિઝ સામેની પોતાની પ્રથમ વનડે મેચમાં શાનદાર વિજય મેળવી લીધો છે.

વિરાટે કહ્યું આતો શરૂઆત છે

વિરાટે કહ્યું આતો શરૂઆત છે

વિશ્વના નંબર વન વનડે બેટ્સમેન વિરાટે આ ઉપલબ્ધિ વેસ્ટઇન્ડિઝની વિરૂધ્ધ જ પ્રથમ વનડેમાં પોતાની પારીનો 81મો રન બનાવવાની સાથે હાસલ કરી લીધી. તેમણે છગ્ગો લગાવીને વનડેમાં 5000 રનોનો આંકડો પાર કરી લીધો. વિરાટે આના માટે જણાવ્યું કે આ તો માત્ર શરૂઆત છે.

વિરાટ પોતાની 120મી મેચમાં આ સિદ્ધિ પર પહોંચ્યો

વિરાટ પોતાની 120મી મેચમાં આ સિદ્ધિ પર પહોંચ્યો

વિવિયન રિચર્ડ્સે એકદિવસીય ક્રિકેટમાં 5000 રન 126 મેચોની 114 પારીઓમાં પૂરા કર્યા હતા. વિરાટે જોકે રિચર્ડ્સ અંગે 114 પારીઓ ખેલી પરંતુ તેઓ મેચોના મામલે રિચર્ડ્સ કરતા ઘણા આગળ રહ્યા. વિરાટ પોતાની 120મી મેચમાં આ સિદ્ધિ પર પહોંચ્યો.

મેન ઓફ ધ મેચ

મેન ઓફ ધ મેચ

વિરાટ હાલના સત્રમાં 1000 રન પૂરા કરનાર પાંચમાં બેટ્સમેન બની ગયા છે. વિરાટ કોહલીને પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

English summary
Equaling Viv Richards' record is just the beginning said Virat Kohli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X