યુસૈન બોલ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બર્થ ડે પાર્ટીમાં ક્રિસ ગેલ પણ હાજર હતો
યુસૈન બોલ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, બર્થ ડે પાર્ટીમાં ક્રિસ ગેલ પણ હાજર હતો
જમૈકાના દોડવીર અને આઠ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ઉસૈન બોલ્ટને કોરોના વાયરસ થયો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ બોલ્ટે ખુદને હોમ આઈસોલેટ કરી લીધો છે. જણાવી દઈએ કે કોરોનાવાયરસ થયો તે પહેલા ઉસૈન બોલ્ટે પોતાના જન્મ દિવસની એક ભવ્ય પાર્ટી યોજી હતી જેમાં IPL પ્લેયર અને કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડી ક્રિસ ગેલ પણ હાજર રહ્યા હતા.

મંગળવારે જમૈકાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યુ્ં કે, 100 મીટર અને 200 મીટર દોડમાં રેકોર્ડ ધરાવતા ખેલાડી યુસૈન બોલ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુસૈન બોલ્ટે એક ટ્વીટ કર્યું, જેમાં પોતે બિસ્તર પર આરામ કરી રહ્યો હોય તેવો ફોટો અપલોડ કર્યો અને કેપ્શનમાં લખ્યું, "Stay Safe my ppl"
2008, 2012 Dvs 2016માં સતત ત્રણ વખત ઓલિમ્પિક ગેમમાં 100 મીટર અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી યુસૈન બોલ્ટે જણાવ્યું કે તેનામાં કોરોના વાયરસના એકેય લક્ષણો જોવા નથી મળ્યા. છતાં તે કોરોના વાયરસથી બીમાર થયો છે. બોલ્ટે વધુમાં કહ્યું કે પોતાની બર્થ ડે પાર્ટી બાદ તેણે રવિવારે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો.
આ સમાચાર સાંભળી યુસૈન બોલ્ટના ફેન્સે પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે, સાથે જ ટ્વીટર પર કેટલાક ચાહકોએ જલદી સાજા થવા માટે ઘરેલૂ ઉપચાર પણ જણાવ્યા જેમાં એક યૂઝરે કહ્યું કે આદુવાળી ચા પીજો. તો કેટલાકે યુસૈન બોલ્ટ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. જમૈકામાં દરરોજના કન્ફર્મ કેસમાં 60નો ઉછાળો આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ 60 કેસ સામે આવી રહ્યા છે. જમૈકામાં કુલ 1612 કન્ફર્મ કેસ છે જેમાંથી 622 કેસ એક્ટિવ છે અને 16 દર્દીના મોત થયાં છે.












Click it and Unblock the Notifications
