ફિફા વર્લ્ડ કપ 2014 : પિતાનો વારસો આગળ વધારશે આ ભુલકાં?
ફિફા વર્લ્ડ કપ 2014 : પિતાનો વારસો આગળ વધારશે આ ભુલકાં?
શું આપ જાણો છો કે ફિફા વર્લ્ડ કપ 2014ના આપના પસંદગીના ફૂટબોલ ખેલાડીઓ પોતાના સંતાનોને કેટલો પ્રેમ કરે છે? તેમના નાના નાના, વ્હાલા અને દુલારાઓ પણ તેમને અસીમિત પ્રેમ કરે છે. તેમને જોઇને જાણે એમ જ લાગે છે કે તેમના લોહીમાં જ ફૂટબોલ દોડે છે. તેઓ તેમના પપ્પાને દરેક મેચમાં પ્રોત્સાહિત કરવા માટે પહોંચી જાય છે.
ફિફા વર્લ્ડ કપ 2014ના અનેક જાણીતા અને લોકપ્રિય ફૂટબોલર્સ હજી સુધી પરિણીત નથી. તેમના બાળકો તેમની ગર્લફ્રેન્ડના છે અથવા તો લાંબા સમયથી રિલેશનમાં રહેલા પાર્ટનરને કારણે થયેલા છે.
હાલમાં જ ગયેલા ફાધર્સ ડે પર આ ફૂટબોલર્સે તેમના બાળકો સાથે તેમના અતૂટ સંબંધો અને તેમના પ્રેમને દુનિયા સમક્ષ લાવ્યા હતા. અહીં આપના માટે કેટલીક હ્રદય સ્પર્શી તસવીરો રજૂ કરીએ છીએ...

લિયોનેલ મેસ્સી
લિયોનેલ મેસ્સી પોતાના દીકરા થિયાગોની સાથે છે. તેમના દીકરાનો જન્મ 2 નવેમ્બર, 2012ના રોજ થયો છે.

નેમાર ડિસિલ્વા
નેમાર અને મેસ્સી ગ્રાઉન્ડ પર પોતાના બાળકો સાથે આ યાદગાર પોઝ આપતા જોવા મળે છે. આ બંને ખેલાડીઓ બાર્સેલોના ક્લબ તરફથી રમે છે.

ફર્નાન્ડો ટોરેસ
ફર્નાન્ડો ટોરેસ પોતાની ગર્લફ્રેન્ડ સાથે 2001માં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેઓ 2009માં એક બાળકીના પિતા બન્યા અને 2010માં તેમના પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એક દીકરો છે. જેનું નામ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયર છે. તે 3 વર્ષનો છે અને પોતાના પિતા જેવો દેખાય છે.

કેવિન પ્રિંસ બટોંગે
કેવિન પ્રિન્સ બટોંગેના છુટોછેડા થઇ ગયા છે. જેના કારણે તેમને પોતાના દીકરાને સપ્તાહમાં એક જ વાર મળવાની છૂટ છે.

મેજેટ ઓજિલ
જર્મન મિડ ફિલ્ડર મેજટ ઓજિલને એક દીકરો છે. તેઓ પોતાના અંગત જીવન વિશે વધારે ખુલાસો કરતા નથી. તેઓ પિતા તરીકેની ફરજ સારી રીતે નિભાવવા માંગે છે.

જેરાર્ડ પિકે
જેરાર્ડ પિકે સ્પેનના છે. તેઓ સિંગર શાકિરાના બોયફ્રેન્ડ પણ છે. બંનેએ હજી સુધી લગ્ન કર્યા નથી. બંનેના સંબંધોથી તેમને એક પુત્ર થયે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
