For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાની આશાઓ પર ફરી વળ્યુ પાણી, કટક વન ડે થઇ રદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કટક, 26 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયાની સામે વન ડે શ્રેણીમાં પાછળ રહી ગયેલી ભારતીય ટીમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રાંચીમાં ચોથી વન ડે મેચ વરસાદની ભેંટ ચડ્યા બાદ હવે કટકમાં પણ રમાનાર વન ડે મેચ પણ વરસાદનો ભોગ બની છે. ઓસ્ટ્રેલિયા સાત વન ડે મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે.

શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ઓડીશાની કટકમાં શ્રેણીની 5મી વનડે મેચ રમાવાની હતી, પરંતુ અત્રે છેલ્લા ચાર દિવસોથી સતત વરસાદ થઇ રહી છે, જેના કારણે મેચને રદ કરી દેવામાં આવી છે. આની સાથે સ્ટેડિયમમાંથી સુરક્ષા પણ હટાવી લેવાઇ છે અને હવે શનિવારે બંને ટીમોમાંથી કોઇ પણ સ્ટેડિયમમાં નહીં જાય.

barabati
અત્રે નોંધનીય છે કે ભારતને શ્રેણીમાં પણ વિજય તરફ પરત ફરવાની આશા હતી. પરંતુ બીજી પારી વરસાદના કારણે પૂરી થઇ શકી નહી. ત્યારબાદ હવે શનિવારે એટલે કે આજે કટકમાં રમાનારી વન ડે મેચ પણ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા મોહાલીમાં રમાયેલી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને શાનદાર માત આપીને 2-1ની બઢત બનાવી લીધી હતી. આ મેચમાં ભારતે ઓસિ.ને 303 રનોનું જંગી લક્ષ્ય આપ્યું હતું. જેમાં ધોનીની સદીનું યોગદાન હતું. આ મેચમાં ઓસિ. તરફથી ફાકનર હિરો અને ભારતનો ઇશાંત શર્મા ખર્ચાળ બોલર તરીકે જીરો સાબિત થયો હતો.

English summary
The fifth one day International between India and Australia is likely to be called off tomorrow morning after the umpires inspection as there was no let up from rain for the last five days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X