બીસીસીઆઇના કારણે ધોનીને લાગ્યો 40 કરોડનો ફટકો!
મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની જ્યાં સુધી ક્રિકેટમાંથી નિવૃત્તિ નહીં લે ત્યાં સુધી તેમના જીવન પર આધારિત એકપણ ફિલ્મ નહીં બની શકે, તેવું ફરમાન બીસીસીઆઇ દ્વારા જારી કરવામાં આવ્યું છે. જેના કારણે ધોનીને 40 કરોડનો ફટકો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
એક સમાચાર પત્રના અહેવાલ અનુસાર બીસીસીઆઇએ મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, જ્યાં સુધી તેઓ પ્રોફેશનલ ક્રિકેટ રમતા રહશે, ત્યાં સુધી તેના જીવનને ફિલ્મી પડદાં પર ટ્રાન્સફર કરી શકાય નહીં. ધોનીના એક અંગત મિત્રએ સમાચાર પત્રને જણાવ્યું છેકે, ટીમ ઇન્ડિયાના સુકાની પાસે બીસીસીઆઇનો આદેશ માનવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો. આ ફિલ્મ માટે ધોનીએ 40 કરોડની ડિમાંડ મુકી હતી અને ફિલ્મનું બજેટ 100 કરોડ સુધી પહોંચી ગયું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ધોનીના જીવન પર કોણ ફિલ્મ બનાવી રહ્યું છે અને અત્યારસુધી બૉલીવુડમાં સ્પોર્ટ્સ પર્સન પર આધારિત ફિલ્મ કઇ છે.
આ પણ વાંચોઃ- જુઓ વીડિયો, પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ' લાગશે!
આ પણ વાંચોઃ- આ ધુરંધરોના ‘કમબેક' માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર
આ પણ વાંચોઃ- ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો

નીરજ પાન્ડે બનાવવાના હતા ફિલ્મ
માહિતી અનુસાર આ ફિલ્મ નીરજ પાન્ડે બનાવવાના હતા અને એવી અટકળો પણ લાગી રહી હતી કે ફિલ્મમાં ધોનીનું પાત્ર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નિભાવવાના હતા. આ માટે સુશાંત સિંહે ધોની સાથે લાંબી વાતચીત પણ કરી હતી.

મૅરી કોમ(2014)
5 સપ્ટેમ્બર 2014ના રોજ રજૂ થયેલી ભારતીય બોક્સર મૅરી કોમ આધારિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મૅરીકોમનું પાત્ર ભજવ્યું છે. જેમાં મૅરી કોમના જીવનને આવરી લેવામાં આવ્યું છે.

ભાગ મિલ્ખા ભાગ(2013)
2013માં આવેલી રાકેશ ઓમપ્રકાશ મ્હેરાની સફળ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ, ભારતીય એથ્લીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત ફિલ્મ હતી.

પાન સિંહ તોમર(2012)
આ ફિલ્મ ભારતના આર્મી સૈનિક, એથ્લીટ અને બાગી પાન સિંહ તોમરના જીવન પર આધારિત ફિલ્મ હતી. જેમાં પાન સિંહ તોમરનું પાત્ર ઇરફાન ખાને ભજવ્યું હતું અને તેમને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
