For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ધુરંધરોના ‘કમબેક’ માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર

|
Google Oneindia Gujarati News

ટેસ્ટ શ્રેણીમાં ખરાબ અને ટીકાત્મક પ્રદર્શન કર્યા બાદ ટીમ ઇન્ડિયા તેના નવા ચહેરાઓ સાથે વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતર્યું જે પ્રકારે શ્રેણીની ચાર વનડે મેચોમાંથી ત્રણમાં વિજય મેળવ્યો છે(પહેલી વનડે રમાઇ નહોતી), તેમાં યુવા ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જેના કારણે એવા અનેક અનુભવી ક્રિકેટર્સ છેકે જે હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યાં છે અને છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી દૂર રહ્યાં છે, તેમને કમબેક કરવામાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે.

ઇંગ્લેન્ડ માટેની વનડે ટીમની જ્યારે પસંદગી કરવામાં આવી રહી હતી, ત્યારે જ બીસીસીઆઇની ટીમ પસંદગી સમિતિએ આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખીને ટીમમાં યુવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. બીસીસીઆઇએ જે વિશ્વાસ મુક્યો હતો, તેના પર આ યુવા ચહેરાઓ ખરા ઉતર્યા છે. તો ચલો તસવીરો થકી જાણીએ કે કયા ધુંરઘરોના માર્ગમાં અવરોધ બન્યા છે યુવા ચહેરાઓ.

આ પણ વાંચોઃ-મેદાનમાં મસ્તીએ ચઢ્યા ‘નટખટ' યુવી અને ‘સ્પીડ કિંગ' બોલ્ટ
આ પણ વાંચોઃ-રહાણે-ધવન ચમક્યાઃ જાણો કઇ છે ભારતની બેસ્ટ ઓપનિંગ ભાગીદારી
આ પણ વાંચોઃ-કોણે ભણાવ્યો પાઠ? શિખર ધવને જણાવ્યું રહસ્ય

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

વિશ્વભરના બોલર્સ માટે ખૌફનો સમાનાર્થી બની રહેલા વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ઘર આંગણાની મેચોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો નથી. જેના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર રહેવું પડી રહ્યું છે. બીજી તરફ શિખર ધવન, રોહિત શર્મા અને હવે અજિંક્ય રહાણે ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરી રહ્યાં છે, જેના કારણે એવું માનવામાં આવી રહ્યું છેકે, સેહવાગની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પૂર્ણતાના આરે છે. સેહવાગે છેલ્લે જાન્યુઆરી 2013માં પાકિસ્તાન સામે વનડે મેચ રમી હતી.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ઓપનિંગ બેટ્સમેન તરીકે ભારત માટે અનેક યાદગાર ઇનિંગ રમનાર ગૌતમ ગંભીરથી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ઘણી આશાઓ હતી, પરંતુ ટેસ્ટ મેચોમાં જે પ્રકારે તેણે પોતાની વિકેટો ગુમાવી, તેનાથી વનડે ક્રિકેટમાં તેનો કમબેકનો માર્ગ કપરો બની ગયો છે. ગંભીરે છેલ્લે જાન્યુઆરી 2013માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે મેચ રમી હતી.

હરભજન સિંહ

હરભજન સિંહ

પોતાની બોલિંગથી વિશ્વભરના બેટ્સમેનોને પરસેવો છોડાવી દેનાર ઓફ સ્પિનર હરભજન સિંહનો કમબેક માર્ગ પણ મુશ્કેલ જણાઇ રહ્યો છે. ભારતીય ટીમમાં સામેલ આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે, તો સ્ટુઅર્ટ બિન્ની તેના માર્ગમાં કંટક સમાન સાબિત થઇ રહ્યો છે. હરભજન સિંહે છેલ્લે જૂન 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

ભારતીય પસંદગી સમિતિએ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે વનડે ટીમમાં અનુભવી બેટ્સમેન યુવરાજ સિંહની પસંદગી નહીં કરીને પોતાના ઇરાદા જણાવી દીધા છે. યુવરાજના સ્થાને સંજુ સેમસન અને અંબાતી રાયડૂ જેવા યુવા ક્રિકેટર્સને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જોકે તેમની સાચી આંતરરાષ્ટ્રીય પરીક્ષા થવાની બાકી છે. યુવીએ છેલ્લે ડિસેમ્બર 2013માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી.

English summary
senior players comeback not easy because of youth cricketer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X