મેદાનમાં મસ્તીએ ચઢ્યા ‘નટખટ’ યુવી અને ‘સ્પીડ કિંગ’ બોલ્ટ
બેંગ્લોર, 3 સપ્ટેમ્બરઃ જમૈકાના સ્પીડ કિંગ ઉસેન બોલ્ટ ક્રિકેટમાં પણ ભારતીય ખેલાડી યુવરાજ સિંહને ભારે પડ્યા હતા. ચાર-ચાર ઓવરની પ્રદર્શન મેચમાં બોલ્ટની ટીમ વિજયી બની હતી. યુવરાજની ટીમે પહેલા બેટિંગ કરતા ચાર ઓવરમાં એક વિકેટ પર 58 રન બનાવ્યા. યુવરાજે 14 બોલમાં એક છગ્ગો અને ત્રણ ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા.
બીજી તરફ ઉસેન બોલ્ટની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 61 રન બનાવી મેચ જીતી લીધી હતી. બોલ્ટે 19 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. જેમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. એન. વૉલકર જૂનિયરે 14 રન બનાવ્યા હતા. તેણે છ બોલનો સામનો કરી ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. મેચ દરમિયાન નટખટ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને ઉસેન બોલ્ટે મજાક મસ્તી પણ કરી હતી. તો ચાલો તસવીરો થકી આ યાદગાર પળોને નિહાળીએ.
આ પણ વાંચોઃ- તમે જ નક્કી કરોઃ કોણ શ્રેષ્ઠ સુકાની, ધોની કે ગાંગુલી?
આ પણ વાંચોઃ- ચોથી વનડેઃ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક
આ પણ વાંચોઃ- વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં સુરેશ રૈનાની એન્ટ્રી

ઉસેનને યુવીએ આપ્યું બેટ
ક્રિકેટર યુવરાજ સિંહે આ તકે ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ઉસેન બોલ્ટને પોતાની સાઇન કરેલું બેટ આપ્યું હતું.

શોટ ફટકારતો બોલ્ટ
પ્રદર્શન મેચ દરમિયાન શોટ ફટકારી રહેલો ઉસેન બોલ્ટ. આ મેચ ઉસેન બોલ્ટની ટીમ જીતી ગઇ હતી.

યુવી અને ઉસેન બોલ્ટની મસ્તી
પ્રદર્શન મેચ દરમિયાન બેંગ્લોરમાં યુવરાજ સિંહ સાથે મસ્તીએ ચઢેલા ઉસેન બોલ્ટે પોતાનો ટ્રેડમાર્ક પોઝ આપ્યો હતો.

ભજ્જી અને ઉસેન બોલ્ટની મસ્તી
પ્રદર્શન મેચ દરમિયાન બેંગ્લોરમાં હરભજન સિંહ સાથે મસ્તીએ ચઢેલા ઉસેન બોલ્ટે પોતાનો ટ્રેડમાર્ક પોઝ આપ્યો હતો.

યુવી અને ઉસેન બોલ્ટની મસ્તી
પ્રદર્શન મેચ દરમિયાન બેંગ્લોરમાં યુવરાજ સિંહ સાથે મસ્તીએ ચઢેલા ઉસેન બોલ્ટે પોતાનો ટ્રેડમાર્ક પોઝ આપ્યો હતો.

યુવી અને ઉસેન બોલ્ટની મસ્તી
પ્રદર્શન મેચ દરમિયાન બેંગ્લોરમાં યુવરાજ સિંહ સાથે મસ્તીએ ચઢેલા ઉસેન બોલ્ટે પોતાનો ટ્રેડમાર્ક પોઝ આપ્યો હતો.

યુવી, ભજ્જી અને બોલ્ટની મસ્તી
પ્રદર્શન મેચ દરમિયાન બેંગ્લોરમાં યુવરાજ સિંહ અને હરભજન સિંહ સાથે મસ્તીએ ચઢેલા ઉસેન બોલ્ટે પોતાનો ટ્રેડમાર્ક પોઝ આપ્યો હતો.

ચાહકોને મળી રહેલો બોલ્ટ
બેંગ્લોરમાં પોતાના ચાહકોને મળી રહેલો સ્પીડ કિંગ ઉસેન બોલ્ટ.












Click it and Unblock the Notifications
