For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં સુરેશ રૈનાની એન્ટ્રી

|
Google Oneindia Gujarati News

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી ચાલી રહી છે. ટેસ્ટ શ્રેણી બાદ વનડેમાં ભારતનું એક અલગ જ રૂપ જોવા મળ્યું છે. ભારતની બોલિંગ અને બેટિંગ બન્નેમાં પરિવર્તન આવ્યું છે. જે આજે ચોથી વનડે દરમિયાન પણ આપણને જોવા મળી રહ્યું છે. પહેલા બોલિંગનો નિર્ણય કર્યા બાદ ભારતને શરૂઆતમાં જ ઇંગ્લેન્ડની ત્રણ વિકેટો પાડી દીધી હતી. ટીમ સાથે સુરેશ રૈના સહિતના અન્ય ખેલાડીઓ જોડાતા ટીમનો ઉત્સાહ જાણે કે વધી ગયો છે.

લાંબા સમય સુધી ટીમથી દૂર રહ્યાં બાદ સુરેશ રૈના ફરી એકવાર પોતાની શૈલીમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. શ્રેણીની બીજી મેચ દરમિયાન રૈનાએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. આ સાથે જ તે ભારતના વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં જોડાઇ ગયો હતો. તો ચાલો તસવીરો થકી રૈનાની આ સિદ્ધિ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ધોનીએ કરી અઝહરના રેકોર્ડની બરાબરી, નેક્સ્ટ ટાર્ગેટ પોન્ટિંગ
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયા નંબર વન, કાંગારુઓને નડ્યું ઝિમ્બાવ્વે

ઉપમહાદ્વિપ બહાર પહેલી સદી

ઉપમહાદ્વિપ બહાર પહેલી સદી

ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં સુરેશ રૈનાએ 75 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ તેની ઉપ મહાદ્વિપ બહારની પહેલી સદી હતી. જ્યારે વનડે ક્રિકેટમાં આ તેની ચોથી અને ઇંગ્લેન્ડ સામે તેની પહેલી સદી હતી.

ઇંગ્લેન્ડ સામે પાંચમી વખત મેન ઓફ ધ મેચ

ઇંગ્લેન્ડ સામે પાંચમી વખત મેન ઓફ ધ મેચ

સુરેશ રૈનાએ વનડે ક્રિકેટમાં 10 વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. તેમજ ઇંગ્લેન્ડ સામે તે પાંચમી વખત મેન ઓફ ધ મેચ બન્યો છે.

ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1000 રન

ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1000 રન

શ્રેણીની બીજી વનડે દરમિયાન 100 રનની ઇનિંગ રમતી વખતે તેણે વનડે ક્રિકેટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1000 રન બનાવી લીધા છે. તેણે 29 મેચોમાં 1098 રન ફટકાર્યા છે.

કાર્ડિફમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય

કાર્ડિફમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય

વિરાટ કોહલી અને શિખર ધવન બાદ તે ત્રીજો ભારતીય છેકે જેણે કાર્ડિફના મેદાનમાં સદી ફટકારી છે.

ઇંગ્લેન્ડ સામે 1000 રન કરનાર છઠ્ઠો ભારતીય

ઇંગ્લેન્ડ સામે 1000 રન કરનાર છઠ્ઠો ભારતીય

આ સાથે જ ઇંગ્લેન્ડ સામે 1000 રન બનાવનાર તે છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર(1455), યુવરાજ સિંહ(1313), મહેન્દ્ર સિંહ ધોની(1180), રાહુલ દ્રવિડ(1012) અને વિરેન્દ્ર સેહવાગ(1008) રન બનાવી ચૂક્યા છે.

English summary
Suresh Raina joins ODI specialists club
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X