For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીએ કરી અઝહરના રેકોર્ડની બરાબરી, નેક્સ્ટ ટાર્ગેટ પોન્ટિંગ

|
Google Oneindia Gujarati News

નોટિંગહામ, 1 સપ્ટેમ્બરઃ- મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની તરીકે શનિવારે નોટિંગહામ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 90મી જીત નોંધાવી મોહમ્મદ અઝહરુદ્દીનના ભારતીય રેકોર્ડની બરોબરી કરી લીધી છે.

ભારતે શનિવારે ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડને છ વિકેટે હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 2-0થી બઢત મેળવી લીધી છે. ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે અત્યારસુધી 161 મેચોમાં 90માં વિજય નોંધાવ્યો છે, આ ઉપરાંત 57 મેચો ભારતે ગુમાવી છે, જ્યારે ચારમાં ટાઇ અને 10 મેચો એવી હતી, જેનું પરિણામ આવ્યું નથી. આ પ્રકારે તેની સફળતાની એવરેજ 60.92 ટકા છે. જે અઝહર કરતા સારી છે.

અઝહરના રેકોર્ડ અંગે વાત કરવામાં આવે તો તેણે 174 મેચોમાં નેતૃત્વ કર્યું છે, જેમાંથી 90માં જીત અને 76 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 2 ટાઇક રહી હતી, જ્યારે છ મેચોના પરિણામ આવ્યા નહોતા. આ પ્રકારે અઝહરની સફળતાની એવરેજ 54.16 ટકા છે. ધોની શ્રેણીની આગામી મેચ જીતતાની સાથે જ વનડેમાં ભારતનો સૌથી સફળ સુકાની બની જશે, જોકે વિશ્વ રેકોર્ડથી તે હજુ ઘણો દૂર છે. વિશ્વ રેકોર્ડમાં રિકી પોન્ટિંગ 165 વનડેમાં વિજય સાથે નંબર વન પર છે અને બીજા નંબરે ઓસ્ટ્રેલિયાના જ એલન બોર્ડન છે, જેમણે 107 મેચોમાં વિજય મેળવ્યો છે. તો ચાલો ભારતના ટોપ પાંચ સફળ સુકાનીના પ્રદર્શન પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- આ દક્ષિણ આફ્રિકને કરી સચિનની બરોબરી
આ પણ વાંચોઃ- 2014માં ટેસ્ટ ક્રિકેટમાં આ ખેલાડીઓએ કર્યો રનોનો વરસાદ

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

કેટલી મેચમાં સુકાનીઃ- 161
વિજયઃ- 90
પરાજયઃ- 57
ટાઇઃ- 4

મોહમ્મદ અઝહરુદ્દીન

મોહમ્મદ અઝહરુદ્દીન

કેટલી મેચમાં સુકાનીઃ- 174
વિજયઃ- 90
પરાજયઃ- 76
ટાઇઃ- 2

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

કેટલી મેચમાં સુકાનીઃ- 147
વિજયઃ- 76
પરાજયઃ- 66

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

કેટલી મેચમાં સુકાનીઃ- 79
વિજયઃ 42
પરાજયઃ- 33

કપિલ દેવ

કપિલ દેવ

કેટલી મેચમાં સુકાનીઃ- 74
વિજયઃ- 39
પરાજયઃ- 33

English summary
India's six-wicket triumph over England at Trent Bridge was Mahendra Singh Dhoni's 90th ODI win in 161 matches as captain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X