For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ દક્ષિણ આફ્રિકને કરી સચિનની બરોબરી

|
Google Oneindia Gujarati News

હરારે, 29 ઑગસ્ટઃ ઝડપી બોલર્સના શાનદાર પ્રદર્શનના જોરે દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાવ્વેના પડકારો પર કાબૂ મેળવતા ત્રિકોણીય શ્રેણીમાં સતત બીજી જીત હાંસલ કરી છે. પ્રોસ્પર ઉત્સેયાએ ઝિમ્બાવ્વે તરફથી ઘાતક બોલિંગ કરતા હેટ્રિક સહિત પાંચ વિકેટ લઇને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ 213 રનમાં સમેટી દીધી હતી, પરંતુ બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનના કારણે તેઓ જીતથી દૂર રહી ગયા.

ઝિમ્બાવ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખોટો સાબિત થયો હતો. દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 24.2 ઓવરમાં 142 રન બનાવી નાંખ્યા પરંતુ ત્યારબાદ પ્રોસ્પર ઉત્સેયા દક્ષિણ આફ્રિકા પર હાવી થઇ ગયો હતો. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- રૈના પાંચમા ક્રમે જ રમશેઃ ધોની
આ પણ વાંચોઃ- ક્રિકેટ ઇતિહાસમાં 10 સૌથી લાંબી કારકિર્દી
આ પણ વાંચોઃ- ભારતને ફટકોઃ ઇનફોર્મ રોહિત ‘આઉટ', વિજય પહોંચ્યો ઇંગ્લેન્ડ

દક્ષિણ આફ્રિકાની બેટિંગ

દક્ષિણ આફ્રિકાની બેટિંગ

દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 231 રન બનાવ્યા હતા. જેમાં દક્ષિણ આફ્રિકા તરફથી હાસિમ અમલા 66, ક્યૂ ડે કોક 76 સર્વાધિક રન બનાવ્યા હતા. જ્યારે ઝિમ્બાવ્વે તરફથી ઉત્સેયાએ પાંચ અને ન્યુમ્બુએ ત્રણ તથા ચતારાએ બે વિકેટ લીધી હતી.

ઝિમ્બાવ્વેની બેટિંગ

ઝિમ્બાવ્વેની બેટિંગ

દક્ષિણ આફ્રિકા તરફથી મળેલા 233 રનના લક્ષ્યાંકની સામે ઝિમ્બાવવે 170 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ઝિમ્બાવ્વે તરફથી વિલ્યમ્સે 46 અને સિકંદર રઝાએ 35 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી સ્ટેન, મેક્લેરને ત્રણ-ત્રણ જ્યારે ફાન્ગિસોએ બે અને ઇમરાન તાહિરે એક વિકેટ લીધી હતી.

ઉત્સેયાની હેટ્રિક

ઉત્સેયાની હેટ્રિક

ઝિમ્બાવ્વેના ઘાતક બોલર ઉત્સેયાએ દક્ષિણ આફ્રિકા પર કહેર વર્સાવ્યો હતો અને તેણે 10 ઓવરમાં 3.60ની ઇકોનોમીથી 36 રન આપીને પાંચ વિકેટ મેળવી હતી, જેમાં તેણે હેટ્રિક પણ લીધી હતી.

રોસોઉએ કરી સચિનની બરોબરી

રોસોઉએ કરી સચિનની બરોબરી

બીજી તરફ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રિલી રોસોઉએ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના એક અનિચ્છનીય રેકોર્ડની બરોબરી કરી લીધી છે. રોસોઉ સતત બીજી મેચમાં પહેલા જ બોલમાં શૂન્ય રન પર આઉટ થયો છે, સચિન પણ પોતાની કારકિર્દીમાં બે મેચોમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઇ ગયા હતા.

English summary
SA win big despite Utseya hat-trick in Zimbabwe Triangular Series, 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X