ક્રિકેટ ઇતિહાસમાં 10 સૌથી લાંબી કારકિર્દી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં ડોકિયુ કરવામાં આવે તો એવી અનેક બાબતો આપણા ધ્યાનમાં આવે છે જે આપણને અનેક એવા રેકોર્ડ અને સિદ્ધિઓ અથવા તો એવી ઘટનાઓ અંગે માહિતગાર કરે છે, જે આપણે કદાચ સાંભળી પણ ના હોય.
જેમકે વિશ્વ ક્રિકેટની સૌથી લાંબી કારકિર્દી અંગે વાત કરવામાં આવે તો આપણા ધ્યાનમાં તુરંત જ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આવી જાય છે. પરંતુ ઇતિહાસમાં ડોકિયુ કરીએ તો જાણવા મળે છેકે તેમના સિવાય પણ ઘણા બેટ્સમેનો છે, જેમણે લાંબો સમય સુધી ક્રિકેટમાં પોતાનું યોગદાન આપ્યું છે, તેમજ ચાર ખેલાડી એવી પણ છેકે જેઓ સચિન કરતા વધારે લાંબી ક્રિકેટ કારકિર્દી ધરાવે છે, તો ચાલો તસવીરો થકી આજે આપણે વિશ્વ ક્રિકેટ 10 એવા ખેલાડી અંગે જાણીએ કે જેઓ સૌથી લાંબી ક્રિકેટ કારકિર્દી ધરાવે છે.
આ પણ વાંચોઃ- કાર્ડિફ વનડેઃ સચિનના રેકોર્ડને તોડવાની નજીક ધોની
આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટમાં 10 સૌથી વિચિત્ર રીતે આઉટ થવાની રીત

ફ્રેડી બ્રાઉન
ટીમઃ- ઇંગ્લેન્ડ
કારકિર્દીનો સમયગાળોઃ- 21 વર્ષ અને 336 દિવસ

સિડની જ્રોજરી
ટીમઃ- ઓસ્ટ્રેલિયા
કારકિર્દીનો સમયગાળોઃ- 22 વર્ષ અને 32 દિવસ

જ્યોર્જ ગન
ટીમઃ- ઇંગ્લેન્ડ
કારકિર્દીનો સમયગાળોઃ- 22 વર્ષ અને 120 દિવસ

સર જેકોબ હોબ્સ
ટીમઃ- ઇંગ્લેન્ડ
કારકિર્દીનો સમયગાળોઃ- 22 વર્ષ અને 233 દિવસ

જ્હોન ટ્રાઇકોસ
ટીમઃ- દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાવ્વે
કારકિર્દીનો સમયગાળોઃ- 23 વર્ષ અને 40 દિવસ

સચિન તેંડુલકર
ટીમઃ- ભારત
કારકિર્દીનો સમયગાળોઃ- 24 વર્ષ અને 1 દિવસ

જ્યોર્જ હેડલી
ટીમઃ- વેસ્ટ ઇન્ડિઝ
કારકિર્દીનો સમયગાળોઃ- 24 વર્ષ અને 10 દિવસ

ફ્રાન્ક વૂલી
ટીમઃ- ઇંગ્લેન્ડ
કારકિર્દીનો સમયગાળોઃ- 25 વર્ષ અને 13 દિવસ

ડેનિસ બ્રેઇન ક્લોઝ
ટીમઃ- ઇંગ્લેન્ડ
કારકિર્દીનો સમયગાળોઃ- 26 વર્ષ અને 356 દિવસ

વિલફ્રેડ રોડ્સ
ટીમઃ- ઇંગ્લેન્ડ
કારકિર્દીનો સમયગાળોઃ- 39 વર્ષ અને 315 દિવસ