For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે જ નક્કી કરોઃ કોણ શ્રેષ્ઠ સુકાની, ધોની કે ગાંગુલી?

|
Google Oneindia Gujarati News

કોઇ પણ ટીમનું નેતૃત્વ કરવું એ એક કપરી જવાબદારી છે. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના સુકાની બનવું ઘણું જ, કારણ કે ભારતમાં ક્રિકેટ ચાહકોની સંખ્યા ઘણી છે, જ્યારે ટીમ સારું પ્રદર્શન કરે છે, ત્યારે સુકાની પર શુભેચ્છાઓનો વરસાદ થાય છે અને ટીમનું પ્રદર્શન નબળું કે પછી અત્યંત ખરાબ હોય ત્યારે ક્રિકેટ ચાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને સુકાની પદેથી તેને હટાવવાની માંગો પણ કરવામાં આવે છે.

ટેસ્ટ ક્રિકેટમાં જે પ્રકારે ભારતે પ્રદર્શન કર્યું તેના કારણે ધોની ટેસ્ટ ટીમ માટે યોગ્ય સુકાની નથી, તેવી ચર્ચાઓ થવા લાગી, ક્રિકેટ દિગ્ગજો ધોનીના સ્થાને નવો વિકલ્પ શોધવામાં આવે તેવી વાતો કરવામાં લાગી, પરંતુ જે પ્રકારે વનડે ટીમમાં ભારતનું પ્રદર્શન રહ્યું છે, તેને જોતા ધોનીને એક સફળ અને સારો સુકાની માનવામાં આવી રહ્યો છે.

વનડેમાં તાજેતરમાં જ ધોનીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીનના રેકોર્ડની બરોબરી કરી છે. ત્યારે આજે અમે અહીં ટીમ ઇન્ડિયાના બે એવા સુકાનીના નેતૃત્વ અને અન્ય પ્રદર્શન અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં હાલના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ ઇન્ડિયાને 2000માં ફરીથી બેઠી કરનારા સૌરવ ગાંગુલીની છે. તો ચાલો તસવીરો થકી તેમના આંકડાકીય રેકોર્ડ પર નજર ફેરવીએ અને નક્કી કરીએ કે કોણ શ્રેષ્ઠ સુકાની છે.

આ પણ વાંચોઃ- ધોનીએ કરી અઝહરના રેકોર્ડની બરાબરી, નેક્સ્ટ ટાર્ગેટ પોન્ટિંગ
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયા નંબર વન, કાંગારુઓને નડ્યું ઝિમ્બાવ્વે

ધોની-ગાંગુલીનો સુકાની તરીકે રેકોર્ડ

ધોની-ગાંગુલીનો સુકાની તરીકે રેકોર્ડ

ટેસ્ટમાં સુકાની તરીકે ગાંગુલીને 49માંથી 21માં જીત, 13માં પરાજય અને 15 ડ્રો રહી હતી, જ્યારે ધોનીને 58માંથી 27માં જીત, 17માં હાર અને 14 ડ્રો રહી હતી. વનડેની વાત કરવામાં આવે તો ગાગુંલીને 147માંથી 76માં જીત, 66માં હાર અને પાંચ અનિર્ણીત રહી હતી. ધોનીને 161માંથી 90માં જીત, 57માં હાર, 4 ટાઇ અને 10 અનિર્ણીત મેચો રહી હતી.

વિશ્વકપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રદર્શન

વિશ્વકપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રદર્શન

વિશ્વકપની વાત કરવામાં આવે તો ગાંગુલીને 11માંથી 9માં જીત અને 2માં હાર મળી છે, જ્યારે ધોનીને 9માંથી 7માં જીત, 1માં હાર, 1 ટાઇ અને 1 અનિર્ણીત રહી હતી. 2003માં ગાંગુલીના નેતૃત્વ હેઠળ ભારતમાં ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે 2011માં ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે વિશ્વકપ ટાઇટલ જીત્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરવામાં આવે તો ગાંગુલીને 11માંથી 7માં જીત, 2માં હાર અને 2 અનિર્ણીત રહી હતી, જ્યારે ધોનીને 8માંથી 6માં જીત, 1માં હાર અને 1 અનિર્ણીત રહી હતી. બન્નેએ એક-એક ચેમ્પિયન્સ ટાઇટલ જીત્યું છે.

દેશ બહાર પ્રદર્શન

દેશ બહાર પ્રદર્શન

ટેસ્ટ અંગે વાત કરીએ તો ગાંગુલીને 28માંથી 11માં જીત, 10માં હાર મળી હતી, જ્યારે 7 ડ્રો રહી હતી. વનડેમાં 111માંથી 58માં વિજય, 48માં પરાજય અને પાંચ અનિર્ણીત રહી હતી. ધોનીને 28માંથી 6માં જીત, 14માં હાર મળી હતી જ્યારે 8 ડ્રો રહી છે, વનડેમાં 101માંથી 54માં વિજય, 37માં પરાજય, 3 ટાઇ અને 7 અનીર્ણિત રહી છે.

ઘર આંગણે પ્રદર્શન

ઘર આંગણે પ્રદર્શન

ટેસ્ટ મેચમાં ગાંગુલીએ 21 મેચોમાંથી 10માં જીત, 3માં પરાજય મેળવ્યો હતો જ્યારે 8 ડ્રો રહી હતી, વનડેમાં 36 મેચોમાંથી 10માં વિજય, 18માં પરાજય મળ્યો છે. ધોનીએ 30 ટેસ્ટમાંથી 21માં વિજય, 3માં પરાજય મેળવ્યો હતો અને 6 ડ્રોમાં પરિણામી હતી. વનડેમાં ધોનીએ 60માંથી 36માં જીત, 20માં હાર મેળવ્યો હતો, 1 ટાઇ રહી હતી તો 3 અનિર્ણીત રહી હતી.

સુકાની તરીકે ટોસ જીતવામાં કેટલી સફળતા

સુકાની તરીકે ટોસ જીતવામાં કેટલી સફળતા

ટેસ્ટની વાત કરવામાં આવે તો ગાંગુલીએ 49 મેચોમાં 21 વખત ટોસ જીત્યો છે, જેમાં 12 વખત પહેલા બેટિંગ કર્યું છે અને 9માં વિજય મેળવ્યો છે, તથા 4માં પરાજય મળ્યો છે અને 8નું પરિણામ આવ્યું નહોતું. ધોનીએ 58 મેચોમાંથી 25માં ટોસ જીત્યો છે,જેમાંથી 17માં પહેલા બેટિંગ લીધું છે, જેમાં 9માં વિજય, 8માં પરાજય અને 8નું પરિણામ આવ્યું નથી. વનડેની વાત કરીએ તો ગાંગુલીએ 147 મેચોમાં 74 વખત ટોસ જીત્યો છે, જેમાંથી 48માં પહેલા બેટિંગ લીધું છે, 42માં વિજય 30માં પરાજય મળ્યો છે અને 2 અનિર્ણીત રહી છે. ધોનીએ 161 મેચોમાં 75 વખત ટોસ જીત્યો છે, જેમાંથી 40માં પહેલા બેટિંગ લીધું છે, 43માં વિજય, 24માં પરાજય, 2 ટાઇ અને 6 અનિર્ણીત રહી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ પ્રદર્શન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગ પ્રદર્શન

સુકાની તરીકે સૌરવ ગાંગુલીનું ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ પ્રદર્શન જોવામાં આવે તો તેમણે 75 ઇનિંગમાં 2561 રન બનાવ્યા છે, જેમાં 13 અડધી સદી અને 5 સદી સામેલ છે, તેમનો સર્વાધિક સ્કોર 144 છે. વનડેમાં 143 ઇનિંગમાં 5104 રન બનાવ્યા છે, જેમાં 11 સદી અને 30 અડધી સદી છે. વનડેમાં સર્વાધિક સ્કોર 144 છે. ધોનીના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ટેસ્ટમાં 92 ઇનિંગમાં 3386 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 24 અડધી સદી છે. સર્વાધિક સ્કોર 224 છે. વનડેમાં 140 ઇનિંગમાં 5621 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 41 અડધી સદી છે, સર્વાધિક સ્કોર અણનમ 139 રન છે.

આઇપીએલમાં ધોની અને ગાંગુલીનું પ્રદર્શન

આઇપીએલમાં ધોની અને ગાંગુલીનું પ્રદર્શન

આઇપીએલ પ્રદર્શન અંગે વાત કરીએ તો ગાંગુલી 41 મેચમાંથી 17માં વિજયી અને 25માં પરાજીત થયા છે. બેટિંગ રેકોર્ડ અંગે વાત કરીએ તો ગાંગુલીએ 56 ઇનિંગમાં 1349 રન બનાવ્યા છે, જેમાં સાત અડધી સદી છે અને તેમનો સર્વાધિક સ્કોર 91 રન છે. ધોનીના પ્રદર્શન અંગે વાત કરીએ તો 112 મેચોમાંથી 68માં વિજયી અને 43માં પરાજય મળ્યો છે. બેટિંગની વાત કરવામાં આવે તો 99 મેચમાં 2614 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી છે અને સર્વાધિક સ્કોર અણનમ 70 રન છે.

ટીમમા નવા ચહેરાઓ

ટીમમા નવા ચહેરાઓ

ગાંગુલીના કાર્યકાળની વાત કરવામાં આવે તો 2000થી 2005 સુધી ગાંગુલીના નેતૃત્વ હેઠળ ટેસ્ટમાં 19 અને વનડેમાં 30 નવા ચહેરાઓ આવ્યા હતા. ધોનીના કાર્યકાળની વાત કરવામાં આવે તો 2008થી 2014 સુધી ધોનીના નેતૃત્વ હેઠળ ટેસ્ટમાં 24 અને વનડેમાં 19 નવા ચહેરાઓ આવ્યા છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

Pro Kabaddi : જૂનિયર બચ્ચન પર બૉલીવુડની અભિનંદન વર્ષા

English summary
who is great as captains Sourav Ganguly or MS Dhoni
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X