For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રહાણે-ધવન ચમક્યાઃ જાણો કઇ છે ભારતની બેસ્ટ ઓપનિંગ ભાગીદારી

|
Google Oneindia Gujarati News

ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 24 વર્ષ બાદ શ્રેણી વિજય નોંધાવ્યો છે. આ પહેલા 1990માં મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વ હેઠળ ભારતે 2-0થી શ્રેણી જીતી હતી. આજે ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે 3-0થી શ્રેણી જીતીને સાબિત કરી દીધું છેકે વનડે ક્રિકેટમાં ભારત બાદશાહ છે. આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, તે 91 વનડે મેચોમાં વિજય સાથે ભારતનો સૌથી સફળ સુકાની બની ગયો છે.

બર્મિંઘમ ખાતે રમાયેલી મેચમાં બોલર્સના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ જો કોઇ બાબત સૌથી મહત્વપૂર્ણ સાબિત થઇ હોય તો એ છે અજિંક્ય રહાણે અને શિખર ધવનની 183 રનની ભાગીદારી. આ જોડીએ ફરી એકવાર સાબિત કરી દીધું છેકે મેચ જીતવા માટે ઓપનિંગ જોડીએ સારી ભાગીદારી નોંધાવવી જરૂરી છે. ભાગીદારીની વાત કરવામાં આવે તો, ભારતના વનડે ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેડુંલકર અને સૌરવ ગાંગુલીની જોડી જેવી જોડી હજુ સુધી બની નથી. આ બન્ને જોડીએ અનેક વખત 100 કરતા વધારે રનની ભાગીદારી નોંધાવી છે. તો ચાલો તસવીરો થકી ભારતની ટોપ 10 સૌથી દમદાર ભાગીદારી પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- તમે જ નક્કી કરોઃ કોણ શ્રેષ્ઠ સુકાની, ધોની કે ગાંગુલી?
આ પણ વાંચોઃ- ચોથી વનડેઃ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક
આ પણ વાંચોઃ- વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં સુરેશ રૈનાની એન્ટ્રી

2001માં સચિન-સૌરવની જોડી

2001માં સચિન-સૌરવની જોડી

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ 2001માં કેન્યા સામે ઐતિહાસિક ભાગીદારી નોંધાવી હતી. આ બન્ને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 258 રનની ભાગીદારી નોંધાવી છે, જેને આજ સુધી ભારતની એકપણ ઓપનિંગ જોડી તોડી શકી નથી.

2009માં ગંભીર-સેહવાગની જોડી

2009માં ગંભીર-સેહવાગની જોડી

2009માં ન્યુઝીલન્ડ સામે ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સેહવાગની જોડીએ પહેલી વિકેટ માટે અણનમ 201 રનની ભાગીદારી નોંધાવી હતી.

2001માં દક્ષિણ આફ્રિકા સામે સચિન-ગાંગુલીની જોડી

2001માં દક્ષિણ આફ્રિકા સામે સચિન-ગાંગુલીની જોડી

સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડીને ભારતની સૌથી સફળ જોડી માનવામાં આવે છે. 2001માં દક્ષિણ આફ્રિકા સામે આ જોડીએ પહેલી વિકેટ માટે 193 રનની ભાગીદારી નોંધાવી હતી.

2014માં ધવન-રહાણેની જોડી

2014માં ધવન-રહાણેની જોડી

ઇંગ્લેન્ડ સામે 2014માં રમાયેલી વનડે મેચ દરમિયાન અજિંક્ય રહાણે અને શિખર ધવનની જોડીએ 183 રનની ભાગીદારી નોંધાવી છે.

2003માં સેહવાગ-સચિનની જોડી

2003માં સેહવાગ-સચિનની જોડી

2003માં દક્ષિણ આફ્રિકામાં શ્રીલંકા સામેની મેચ દરમિયાન સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગે પહેલી વિકેટ માટે 153 રનની ભાગીદારી નોંધાવી હતી.

2007માં સચિન-સૌરવની જોડી

2007માં સચિન-સૌરવની જોડી

2007માં ધ ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ પહેલી વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાવી હતી.

2000માં સચિન-સૌરવની જોડી

2000માં સચિન-સૌરવની જોડી

2000માં ન્યુઝીલેન્ડ સામે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ પહેલી વિકેટ માટે 134 રનની ભાગીદારી નોંધાવી હતી.

2007માં સૌરવ-સચિનની જોડી

2007માં સૌરવ-સચિનની જોડી

2007માં દક્ષિણ આફ્રિકા સામે સૌરવ ગાગુંલી અને સચિન તેડુંલકરે પહેલી વિકેટ માટે 134 રનની ભાગીદારી નોંધાવી હતી.

2001માં ગાંગુલી-તેંડુલકરની જોડી

2001માં ગાંગુલી-તેંડુલકરની જોડી

2001માં સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડી વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી વિકેટ માટે 133 રનની ભાગીદારી નોંધાવી હતી.

2004માં સેહવાગ-સચિનની જોડી

2004માં સેહવાગ-સચિનની જોડી

2004માં સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગની જોડીએ પહેલી વિકેટ માટે 130 રનની ભાગીદારી નોંધાવી હતી.

English summary
top 10 indian opening partnership outside asia in odi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X