For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણે ભણાવ્યો પાઠ? શિખર ધવને જણાવ્યું રહસ્ય

|
Google Oneindia Gujarati News

બર્મિંઘમ, 3 સપ્ટેમ્બરઃ- ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ વનડે શ્રેણીની બીજી અને ત્રીજી વનડેમાં શિખર ધવન પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ બર્મિંઘમ ખાતે રમાયેલી ચોથી મેચમાં તેણે પોતાના લાક્ષણિક અંદાજમાં બેટિંગ કરીને ટીકાકારોને જવાબ આપી દીધો છે.

બર્મિંઘમમાં ઇંગ્લેન્ડે 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને અજિંક્ય રહાણે સારું બેટિંગ કરી રહ્યો હતો, જેના કારણે શિખર ધવનને પોતાનું ફોર્મ મેળવવાની તક મળી હતી અને તેણે એ તકને અવસરમાં બદલી પણ નાંખી હતી. ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને 3-0થી શ્રેણી ભારતે પોતાના નામે કર્યા બાદ શિખર ધવને બીસીસીઆઇ ટીવી સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે કેવી રીતે પોતાના ફોર્મમાં પરત ફર્યો. તો ચાલો તસવીરો થકી શિખર ધવનના ઇન્ટરવ્યુંને વાંચીએ.
આ પણ વાંચોઃ- તમે જ નક્કી કરોઃ કોણ શ્રેષ્ઠ સુકાની, ધોની કે ગાંગુલી?
આ પણ વાંચોઃ- ચોથી વનડેઃ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક
આ પણ વાંચોઃ- વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં સુરેશ રૈનાની એન્ટ્રી

રવિ શાસ્ત્રીએ આત્મવિશ્વાસ જગાવ્યો

રવિ શાસ્ત્રીએ આત્મવિશ્વાસ જગાવ્યો

શિખર ધવને કહ્યું કે, મે ઘણી જ મહેનત કરી હતી, મે મારી ટેક્નિકમાં થોડોક બદલાવ કર્યો હતો. મારા ખરાબ ફોર્મ દરમિયાન મને સ્ટાફે સારો સપોર્ટ કર્યો હતો, ખાસ કરીને રવિ શાસ્ત્રીએ મારામાં આત્મવિશ્વાસ વધાર્યો હતો.

અજિંક્ય રહાણેએ ભાર હળવો કર્યો

અજિંક્ય રહાણેએ ભાર હળવો કર્યો

એક તો પીચ સારી હતી, ટાર્ગેટ સામાન્ય હતો અને અજિંક્ય રહાણેએ મારા પરથી દબાણ ઓછું કરી નાંખ્યું હતું, જેના કારણે હું મારું ફોર્મ મેળવી શક્યો હતો. તે એન્ડરસન સહિતના બોલર્સની ઓવરમાં ચોગ્ગા ફટકારી રહ્યો હતો, તે દરમિયાન મે સિંગલ લેવાનું નક્કી કર્યું અને તેને વધુ સ્ટ્રાઇક આપી, જેથી અમે સારી ભાગીદારી નોંધાવી શક્યા.

ફ્રીમાં મળેલી વસ્તુ વધારે આનંદ આપે

ફ્રીમાં મળેલી વસ્તુ વધારે આનંદ આપે

ફ્રી હિટમાં ફટકારેલા છગ્ગા અંગે ધવને કહ્યું કે, એ સમયને હું માણી રહ્યો હતો, જ્યારે આપણને કોઇ વસ્તુ મફતમાં મળતી હોય ત્યારે આપણે તેને માણતા હોઇએ છીએ, એ આપણને આનંદ આપે છે. અમે મેચને આક્રમક રીતે પૂર્ણ કરવા માગતા હતા, એટલા માટે નહીં કે મેચ અમારા હાથમાં હતી, પરંતુ એટલા માટે કે એ દરમિયાન અમે પાવર પ્લેમાં આક્રમક અને મોટા શોટ ફટકારીને કંઇક શીખી શકીએ.

ખરાબ સમય ઘણું બધુ શીખવે છે

ખરાબ સમય ઘણું બધુ શીખવે છે

શિખર ધવને કહ્યું કે, જ્યારે તમે સારું પ્રદર્શન કરો છો, ત્યારે તમને તમારી ભુલ દેખાતી નથી, પરંતુ જ્યારે તમારો ખરાબ સમય આવે છે ત્યારે એ બાબતો તમને કંઇક શીખવતી હોય છે. ટેસ્ટ શ્રેણી દરમિયાન મારું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તેમાંથી હું ઘણું શીખ્યો છું.

વિશ્વકપ માટે આ શ્રેણી વિજય ઘણો જ ફાયદાકારક

વિશ્વકપ માટે આ શ્રેણી વિજય ઘણો જ ફાયદાકારક

શિખર ધવને કહ્યું કે, છ મહિના પછી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વિશ્વકપ રમવાનો છે અને તેના પહેલા આ પ્રકારે ઇંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતવી ઘણી જ મહત્વપૂર્ણ છે. તેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

English summary
Tough series taught many lessons, says Dhawan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X